ઘટસ્ફોટ@જીએલપીસી: 61 કર્મચારીઓની ભરતી વિરુદ્ધ ફરીયાદ, લાયકાત અને અનુભવ અધૂરા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા ગત વર્ષોમાં ખૂબ મોટા પ્રમાણમાં કરાર આધારિત ભરતી કરવામાં આવેલી છે. જોકે તે પૈકીના અનેક કર્મચારીઓ પૂરતો અનુભવ અને લાયકાત નહિ ધરાવતાં હોવાની ફરિયાદ થઇ છે. જાગૃત નાગરિકે કર્મચારીના નામજોગ વિગતો ટાંકી ગાંધીનગર સ્થિત જીએલપીસી કચેરીને ઓનલાઇન ફરિયાદ કરતાં ચકચાર મચી ગઇ છે. જીએલપીસી દ્વારા સંબંધિત જીલ્લા કચેરીઓમાં પત્ર લખી અહેવાલ માંગવામાં આવ્યો છે.
આ દરમ્યાન 61 નામો વાળા કર્મચારીઓમાં નોકરી રહેશે કે કેમ તે મુદ્દે લટકતી તલવાર જેવો માહોલ સર્જાયો છે. જો ફરિયાદ પૈકી કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત કે અનુભવ રજૂઆતના આક્ષેપ મુજબ રિપોર્ટ મળી આવે તો સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય તેવી વકી છે.
ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની તેના સ્ટાફ દ્વારા રાજ્યમાં સખીમંડળો માટે કામ કરે છે. જીએલપીસી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ તબક્કાવાર ભરતી થયેલા અનેક કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. વિવિધ હોદ્દા ઉપર ભરતી થયેલા કર્મચારીઓ પૈકી કેટલાકને ખોટી રીતે આપી/અપાવી/મેળવી હોવાની લેખિતમાં ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. કોઈ એક જાગૃત નાગરિકે પીજી પોર્ટલ મારફતે કુલ 61 કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિરુદ્ધ જીએલપીસીને રજૂઆત કરી છે. જેમાં કુલ 61 કર્મચારીઓમાં કોઈને પૂરતો અનુભવ નથી તો કોઈની શૈક્ષણિક લાયકાત હોદ્દા મુજબ ન હોવાની રજૂઆત કરી છે. નામજોગ જ્ન્મ તારીખ, નોકરીમાં ક્યારે લાગ્યા, અભ્યાસ, અનુભવ સહિતની વિગતો સાથે રજૂઆત થતાં જીએસપીસી આલમમાં હડકંપ મચી ગયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદ કરનાર જાગૃત નાગરિકે 61 કર્મચારીઓની નોકરી સંબંધિત વિગતો એકઠી કરી તમામ વિગતો ટાંકી આખી ફાઇલ સોંપી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વાતમાં દમ હોવાની કે રજૂઆત કંઈક અંશે સાચી હોવાની આશંકા જણાતાં જીએલપીસીને પણ હરકતમાં આવવું પડ્યું છે. ઓનલાઇન ફરિયાદને પગલે જીએલપીસીએ 61 પૈકી જે કર્મચારીઓ તે જીલ્લામાં ફરજ બજાવતા હોય તે જીલ્લાની ગ્રામ વિકાસ એજન્સીને પત્ર લખી તપાસ રિપોર્ટ માંગ્યો છે. જ્યારે જીએલપીસી હેઠળ આવતાં કર્મચારીઓ મામલે વડી કચેરી દ્વારા ખરાઇ કરવામાં આવી રહી છે.
સત્રોએ તો ત્યાં સુધી જણાવ્યું કે, આ ફરિયાદ/રજૂઆતને ઘણાં દિવસો વીતી ગયા છતાં હજુસુધી ઠોસ કાર્યવાહી સામે આવી નથી. આવી સ્થિતિમાં આશંકા એ પણ બની છે કે, જો આક્ષેપ પૈકીના મોટાભાગના વિરુદ્ધની રજૂઆતમાં તથ્ય મળે અને એકસામટા છૂટા કરવા પડે તો ભરતી કૌભાંડનો પર્દાફાશ થાય તેવી ભિતી પણ છે. આથી તપાસ કમ કાર્યવાહી ફુંકી ફંકીને ચાલતી હોય અથવા જાણીજોઈને કાચબા ગતિએ ચાલતી હોય તેવી પણ શક્યતા હોLPC image widget