ગાંધીધામઃ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયા દ્વારા ગજવાની સ્કુલ ઓફ નર્સિંગમાં માનવ અધિકાર જાગૃતતા સેમિનાર યોજાયો

આ સેમીનારમાં હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાના કચ્છ વિભાગના રીમા શાહ, કૃપા જોશી, વિલ્પા શાહ, પદમા ભેદા, પુનમ તુકડીયા, સ્મિતાસિંગ પૂનમ સુખવાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
 
gg

અટલ સમાચાર, ડોટ કોમ

 હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની કચ્છ ટીમ દ્વારા ગજવાની સ્કૂલ ઓફ નર્સીંગ માં માનવ અધિકાર જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 150 છાત્રાઓએ ભાગ લીધો હતો અને વિવિધ મુદાઓ અને કાયદા તથા અધિકારોની સમજણ મેળવી હતી.

gandhi dham

કાર્યક્રમની શરુઆતમાં કચ્છ મહિલા વિંગના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ માનવ અધિકાર વિશે સમજણ આપી હતી. ત્યારબાદ એડવોકેટ મમતા આહુજાએ કામની જગ્યાએ થતી જાતીય સતામણી અંગે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી. એડવોકેટ હિમાંશુ પુરોહીતએ માનવ અધિકાર તથા પીઆઇએલ અંગે તેમજ એડવોકેટ વિનોદ મકવાણાએ પોલીસને લગતા અધિકારો અંગેની જાણકારી પુરી પાડી હતી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

કાર્યક્રમના અંતમાં હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાના તમામ હોદેદારોએ પોતાના પરીચય આપી ક્યારેય પણ અધિકારો કે કાયદાકીય જરૂરીયાત ઉભી થાય તો તેઓ સેવામાં તત્પર રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું. બધા જ વિદ્યાર્થીઓમાં માનવ અધિકારને લગતી પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાના કચ્છ વિભાગના રીમા શાહ, કૃપા જોશી, વિલ્પા શાહ, પદમા ભેદા, પુનમ તુકડીયા, સ્મિતાસિંગ પૂનમ સુખવાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.