ગીર સોમનાથઃ 2 બાળકોના પિતાએ 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, મૃતદેહને કોથળામાં બાંધી ફેંકી દીધો
ગીર

અટલ સમાચાર, ડેસ્ક

ગીર સોમનાથમાં એક હિચકારી ઘટના સામે આવી છે. ગીર સોમનાથના કોડીનારથી 12 કિલોમીટર દૂર આવેલા જંત્રાખડી ગામમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા નિપજાવેલો મૃતદેહ મળ્યો છે. આ કેસમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ગામના જ શામજી નામના એક વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે. 

સમગ્ર ઘટના પર નજર કરીએ તો, 9 વર્ષની બાળકી જ્યારે સવારે 10 વાગ્યાની આસપાસ શેરીમાં રમતી હતી. તે સમયે બે બાળકોનો પિતા એવો નરાધમ શખ્સ બાળકીને બીડી લેવા દુકાને મોકલે છે. બીડી લઈ પરત આવેલી બાળકીને ઘરમાં પુરી તેની પર બળાત્કાર ગુજારે છે. જે બાદ માસૂમનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી નાંખે છે. તેનો આખો ભાંડો ન ફૂટે તે માટે તે લાશને સગેવગે પણ કરી નાંખે છે. તે બાળકીના મૃતદેહબને કોથળામાં ભરી અવાવરું જગ્યાએ ફેંકી આવે છે.

જોકે, હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીની અટકાયત ગણતરીના કલાકમાં જ કરી લેવાઇ છે. ગીર સોમનાથ પોલીસ દ્વારા એફએસએલ સહિતની ટીમની મદદ લેવાઇ છે અને ઘટના સ્થળ એસપી, એએસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પરંતુ સમગ્ર હકીકત પોલીસની તપાસ બાદ બહાર આવશે કે ગનામાં અન્ય કોઇ વ્યક્તિની સંડોવણી છે કે નહીં. બીજું કોઈ સાંમેલ છે કે નહી.


આ બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા પણ જંત્રાખડી ગામે પહોંચી ગયા હતા. તેમણે તપાસની વિગતો મેળવીને આરોપીની પૂછપરછ કરી હતી. દરમ્યાન નરાધમ શામજીને દાખલારૂપ સજા મળે એવી માંગણી ઉઠી છે. આ બનાવને પગલે ગામલોકોમાં આરોપી પ્રત્યે ભારોભાર રોષ છવાયો છે. શામજીએ બાળકી પર દુષ્કર્મ આચરતી વખતે તે ચીસો ન પાડે એ માટે મોઢે ડૂમો દઇ દીધો હતો. આથી તેના મોઢામાંથી ઉલ્ટી અને કુદરતી હાજત થઇ ગઇ હોઇ ઘટનાસ્થળે જ તે મૃત્યુ પામી હોઇ શકે એવું માનવામાં આવી રહ્યું છે.