બ્રેકિંગ@મહેસાણા: માતાએ તેડેલી 3 વર્ષની બાળકી માટે કાળ બની ચાઈનીઝ દોરી, ગળામાં દોરી વાગતા મોત

 
Visanagar

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં હાલ ઉતરાયણ પર્વ ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. ત્યારે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ ચાઇનીઝ દોરીના કારણે વિસનગરમાં એક ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત થયું છે. શહેરના ઠાકોર પરિવારની એક મહિલા પોતાની 3 વર્ષની બાળકીને તેડીને જતાં દરમ્યાન અચાનક ચાઇનીઝ દોરી બાળકીને ગળાના ભાગે વાગી હતી. જે બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં લઈ જતાં ડોકટરોએ તેને મૃત જાહેર કરતાં ઠાકોર પરિવાર ભાંગી પડ્યો હતો. 

મહેસાણા જિલ્લાના વિસનગરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો વિસનગરના કડા દરવાજા વિસ્તારના ઠાકોર વાસમાં રહેતા ઠાકોર રણજીતજી હરગોવનજીની 3 વર્ષની બાળકી ક્રિષ્નાબેન રણજીતજી ઠાકોરને તેમણે મમ્મી તેડીને આવતા હતા. આ દરમ્યાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ગળાના ભાગે આવી જતા માસૂમ દીકરીના ગળાના ભાગે ઇજા પહોંચી હતી. આ તરફ દીકરીને દોરી વાગતા બેબાકળા બનેલા પરિવારે તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. 

સૂત્રોજ જણાવ્યું હતું કે, બાળકીને ગળાના ભાગે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. જે બાદમાં તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ફરજ પરના ડોકટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવતા પરિવાર પર દુ: ખનો પહાડ તૂટી પડ્યો છે. ચાઇનીઝ દોરીના કારણે 3 વર્ષની માસુમ બાળકીનું મોત થતા પરિવાર સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.