ધ્રાંગધ્રાઃ 600 ફૂટ ઉંડા બોરમાં બાળકી ખાબકી, આર્મી દ્વારા દિલધડક ઓપરેશનથી હેમખેમ બહાર કાઢી

મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કિશોરીને બચાવવાનું ઓપરેશન હાલ ચાલી રહ્યું છે અને આશા રાખીએ છીએ કે કિશોરીને હેમખેમ બહાર કાઢીશું.
 
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક

ધ્રાંગધ્રાના ગાજણવાવમાં 600 ફૂટ ઉંડા બોરમાં આદિવાસી પરિવારની કિશોરી પડી હતી અને 60 ફૂટે ફસાઈ હતી. બોરમા ફસાયેલી કિશોરીને બચાવવા માટે આર્મી, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કિશોરીને બચાવવા માટે આર્મી દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બોરમાંથી કિશોરીને હેમખેમ બહાર કાઢી હતી.

આ ગોઝારી ઘટનાની જાણ થતાં આર્મી, પોલીસ, પ્રાંત અધિકારી અને મામલતદાર તથા આરોગ્ય ટીમ સહિતની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કિશોરીને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે કિશોરીને બચાવવાનું ઓપરેશન હાલ ચાલી રહ્યું છે અને આશા રાખીએ છીએ કે કિશોરીને હેમખેમ બહાર કાઢીશું.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો


આ ઘટનાની પ્રાપ્ત વિગતાનુસાર, ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે 600થી 800 ફૂટ ઊંડા બોરમાં 60 ફૂટે ફસાયેલી આદિવાસી પરિવારની 12 વર્ષની કિશોરી મનીષા ફસાઇ છે, પણ હાલ કિશોરી સહીસલામત અને વાત પણ કરી રહી છે. જૂન મહિનામાં પણ આવી જ એક ઘટના બની હતી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીની અંદર 500 ફૂટ ઊંડા બોરમાં બાળક પડ્યો હતો. બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના માસૂમને 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું. ધ્રાંગધ્રા આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં સફળતા મળી હતી.