બ્રેકિંગ@ગુજરાત: ગોધરા કાંડના દોષિતને સુપ્રીમ કોર્ટે 17 વર્ષે જામીન આપ્યા, જાણો શું હતી સમગ્ર ઘટના ?

 
Godhra Case

અટલ સમાચાર, ડેસ્ક 

2002ના ગોધરા કાંડના દોષિતને સુપ્રીમ કોર્ટે 17 વર્ષ બાદ જામીન આપ્યા કે જેને સળગતી ટ્રેનમાં લોકો પર પથ્થર ફેંક્યા હતા. 27 ફેબ્રુઆરી 2002ના રોજ પંચમહાલના ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાંએ કરેલા હુમલામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગ લગાવી દેવાઇ હતી. જેમાં અનેકના મોત નિપજ્યાં હતા. જેમાં મોટા ભાગના કારસેવક હતા કે જેઓ અયોધ્યાથી પરત આવી રહ્યાં હતા. ત્યારે આ કેસમાં દોષિત ફારૂક પર પથ્થરમારો તેમજ હત્યાનો કેસ સાબિત થયો હતો. આ કેસમાં છેલ્લા 17 વર્ષથી જેલમાં રહેતા ફારૂકને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દોષિત ફારૂક 2004થી જેલમાં છે. તે છેલ્લા 17 વર્ષથી જેલમાં છે. આથી તેને જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવે છે.

ગુજરાત સરકારના ભારે વિરોધ બાદ પણ સુપ્રીમ કોર્ટે ફારુકને જામીન આપ્યા. ફારુકને સળગતી ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. ફારુકે ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો આથી લોકો સળગતી ટ્રેનમાંથી નીચે ન ઉતરી શકે અને તેઓ મૃત્યુ પામે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ ક્રિસમસની રજાઓ બાદ જાન્યુઆરીમાં બાકી બચેલા કેસમાં બાકીના 17 દોષિતોની અપીલ પર સુનાવણી કરશે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર હિંસક ટોળાં દ્વારા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 ડબ્બામાં આગચંપી કરી દેવાઇ હતી. આ ઘટનામાં અંદાજે 59 કારસેવકોના મોત થયા હતા. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં 2002માં ભારે રમખાણો થયા હતા.

દોષિત ફારૂક પર પથ્થરમારો તેમજ હત્યાનો કેસ સાબિત થયો હતો. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ મળ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ફારુકની જામીન અરજીનો વિરોધ કરતા ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે તેની પર માત્ર પથ્થરબાજીનો જ આરોપ નથી, પરંતુ તે એક જધન્ય ગુનો હતો. કારણ કે આ ઘટના દરમ્યાન લોકોને પથ્થરમારો કરીને સળગતી ટ્રેનમાંથી બહાર ન હોતા નીકળવા દેવાયા.