રિપોર્ટ@ગુજરાત: રાજય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી બોટાદમાં, રાજ્યપાલ દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

 
Acharya Devvrat

અટલ સમાચાર, ડેસ્ક

બોટાદ જિલ્લામાં રાજય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ભાગ લીધો હતો. 26 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ અને મુખ્ય ધ્વજવંદન સમારોહની અધ્યક્ષતા કરી હતી. 

Jaherat
જાહેરાત

આ વર્ષે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ એટલે પણ પ્રજાસત્તાક દિન 2023 ના રાષ્ટ્રીય પર્વનું મહત્વ ઘણું વધી જાય છે. તે દિવસે રાજ્યભરની શાળાઓ, મહાશાળાઓ અને સરકારીઓ કચેરીઓમાં રજા રાખવામાં આવે છે. તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધ્વજ વંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં આ વર્ષે પ્રજાસતાકની ઉજવણીમાં એક જિલ્લામાં સ્પીકર ધ્વજ ફરકાવ્યો હતો. જ્યારે જુદી જુદી જગ્યાએ 17 મંત્રીઓ તેમજ 15 ડિસ્ટ્રીકટમાં કલેકટર ધ્વજ લહેરાવ્યો છે. આજે રાજયમાં જુદા જુદા જિલ્લાઓમાં પ્રજાસતાક દિન પર્વની ઉજવણી થઇ રહી છે. આ વર્ષે મંત્રીઓની સંખ્યા ઓછી હોવાથી અનેક જિલ્લાઓમાં મંત્રીના બદલે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. રાજયના 18 જિલ્લાઓમાં એક સ્પીકર સહિત 17 મંત્રીઓ ધ્વજવંદન કરશે. જયારે 15 જેટલા જિલ્લામાં જિલ્લા કલેકટર તિરંગો લહેરાવ્યો છે.