નિર્ણય@ગુજરાત: દિવાળી પહેલા શિક્ષકોને સરકારની ભેટ, શિક્ષણ મંત્રી વાઘાણીએ કરી મોટી જાહેરાત

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર છે. શિક્ષકોના હિતમાં શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. શિક્ષકોને બદલીને લઈ શિક્ષણ વિભાગે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં અરસ-પરસ બદલીમાં માટે કેમ્પ યોજાશે. દિવાળી પહેલા શિક્ષકોમાં હિતમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે.
દિવાળી પહેલા શિક્ષકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. શિક્ષકોને અરસ-પરસ અને જિલ્લા ફેર બદલી માટે કેમ્પનું આયોજન કરાયું છે જેમાં શિક્ષકોની અરસ-પરસ અને જિલ્લા ફેરબદલી માટે કમ્પની તારીખો જાહેર કરવામાં આવી છે. શિક્ષકોની બદલી માટે ઓનલાઈન બદલીનો પ્રથમ તબક્કા અને બીજા તબક્કામાં આમ બે તબક્કામાં યોજાશે. જેમા ઓનલાઈન બદલીનો પ્રથમ તબક્કો 20-10-2022એ યોજાશે અને ઓનલાઈન બદલીનો બીજો તબક્કો 23-11-2022એ યોજાશે.
શિક્ષકોની બદલી કમ્પની તારીખોની જાહેરાત શિક્ષણ જીતુ વાઘાણી કરી હતી. તેમણે શિક્ષકોની જિલ્લા ફેર, અરસ-પરસ અને જિલ્લા આંતરીક બદલી કેમ્પીની તારીખોની જાહેરાત કરી હતી.