ગુજરાતઃ અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં આ દિવસોમાં પડશે ધોધમાર વરસાદ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન સાથે જોડાયેલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

 
varsad 1

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ  તરફથી આજે (20 જૂન) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષ ચોમાસું સારું રહેશે. આ ઉપરાંત 22મી તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 22 જૂનથી જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે જ અંબાલાલ પટેલે   ખેડૂતોને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપી છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં અંબાલાલ પટેલે વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા.

24 જૂનથી 30 જૂન સુધી રાજ્યમાં વરસાદની ધમાકેદારી એન્ટ્રી થશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન સાથે જોડાયેલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આદ્રા નક્ષત્રમાં વાવણી થાય તો સારું કહેવાય. વરસાદનું પીક પોઈન્ટ આદ્રા નક્ષતમાં છે. આ નક્ષત્ર 22મી જૂનથી બેસે છે.  માસના પ્રથમ માસમાં સારો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની તાપી સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થશે. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. અમરેલી અને ગીરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.