ગુજરાતઃ ફરી કોરોનાનો ફફડાટ શરૂ થયો, રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 800ને પાર

આણંદ, જામનગર, કચ્છ, મોરબી, નવસારી અને તાપીમાં કોરોનાના 1-1 કેસ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના કોઈ પણ શહેર જિલ્લામાં કોરોનાના એક પણ નવા કેસ નોંધાયા નથી.
 
korona

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોનાના કેસ (Corona Cases In India) ની સંખ્યામાં છેલ્લા પાંચ દિવસથી સતત વધારો નોંધાય રહ્યો હતો ત્યારે આજે પોઝિટિવ આંકડામાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના નવા કેસમાં સમાન્ય ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે, ત્રણ મહિના પછી ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા હતા. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સતત 150થી વધુ કેસ નોંધાઇ રહ્યા હતા. પરંતુ રાજ્યમાં 13 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 13-06-2022) સ્થિતિ સમાન્ય થતી જણાઇ રહી છે. રાજ્યમાં કોરોના કેસનો એક્ટિવ આંકડો 800 ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 12 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 111 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 58 કેસ નોંધાયા છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

રાજ્યમાં આજે 12 જૂનની સંધ્યાએ અમદાવાદ શહેરમાં સૌથી વધુ અમદાવાદમાં અમદાવાદમાં 58, વડોદરામાં 21 કેસ, ગાંધીનગરમાં 11, રાજકોટમાં 7 કેસ, સુરતમાં 6, ભાવનગરમાં 2 કેસ, આણંદ, જામનગર, કચ્છ, મોરબી, નવસારી અને તાપીમાં કોરોનાના 1-1 કેસ કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના કોઈ પણ શહેર જિલ્લામાં કોરોનાના એક પણ નવા કેસ નોંધાયા નથી.

રાજ્યમાં આજે 13 જૂનની સાંજે કુલ 57 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 31 દર્દીઓ સાજા થયા છે. ત્યાં જ વડોદરા કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશનમાં 03, રાજકોટ કોર્પોરેશન 02, ભાવનગર કોર્પોરેશનમાં 02, સાબરકાંઠા અને તાપીમાં 01-01 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે સાંજ સુધીમાં કુલ 28,697 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં રસીકરણનો કુલ આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 11,05,46,909 ડોઝ આપવામાં આવ્યા છે.


રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો 832ની ઉપર પહોંચી ગયો છે, રાજ્યમાં આજની તારીખમાં 832 એક્ટિવ કેસ છે. ત્યાં જ રાજ્યમાં કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 832 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દઓની સંખ્યા 12,14,586 છે. આ ઉપરાંત રાજ્યમાં મૃત્યુની સંખ્યા 10,945 છે.