ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી, દરિયાકાંઠે ફૂંકાશે ભયંકર પવન, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
cyclone-

અટલ સમાચાર, ડેસ્ક

કેરળમાં ચાર દિવસ વહેલું નૈઋૃત્યના ચોમાસાનું આગમન થયુ છે. ત્યારે હવે ગુજરાતના ખેડૂતોને પણ ચોમાસાની વધુ રાહ જોવી નહીં પડે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ચોમાસા માટે હજુ થોડી રાહ જોવી પડશે. રાજ્યમાં 20 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થાય તેવી વકી છે. ત્યારે હવામાન વિભાગ આગામી 48 કલાકમાં ઓબ્ઝર્વેશન કરીને ચોમાસાની તારીખ નક્કી કરશે. તો બીજી બાજુ રાજ્યના દરિયાકાંઠે હવાની ઝડપ 50 કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે. જેથી 1 જૂન સુદી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

રાજ્યના હવામાન વિભાગે પહેલી જૂન સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. કચ્છ, મુન્દ્રા, નવા કેડલા, જખૌ, નવલખી, જામનગર, ઓખા, સલાયા, પોરબંદર સહિતના દરિયામાં 40 થી 50 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ઝડપ અસ્થાયી રૂપે 60 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી પણ સંભાવના રહેલી છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વધારો થવાની સંભાવના ઓછી છે. અમદાવાદમાં આજે 41 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો સાધારણ વધીને 42 ડિગ્રી થઇ શકે છે. રવિવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગર અને ભાવનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે સૌથી ઓછું સુરતમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

નોંધીનીય છે કે, ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી સચોટ પૂરવાર થઈ છે. 29 મેના રોજ ચોમાસાની સત્તાવાર રીતે કેરાલામાં એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, સમય કરતા ત્રણ દિવસ પહેલા ચોમાસાનું આગમન થયુ છે. આવનારા દિવસોમાં કેરાલાની સાથે સાથે કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં ચોમાસુ આગળ વધશે. આ પહેલા હવામાન વિભાગ કહી ચુકયુ હતુ કે, બંગાળની ખાડીમાં આવેલા આસની નામના તોફાનના પ્રભાવના કારણે આ વખતે ચોમાસું સમય પહેલા કેરાલા પહોંચે તેવી શક્યતા છે.

સુરતમાં ટ્રાફિકથી સૌથી ધમધમતા એવા રીંગ રોડ ફ્લાય ઓવર બ્રિજના રીપેરીંગ માટે પાલિકા તડામાર કામગીરી કરી રહી છે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો જુન માસની મધ્યમાં રીંગ રોડ ફ્લાય ઓવર બ્રિજ સાથે સહારા દરવાજા રેલ્વે ઓવર બ્રિજ પણ ખુલ્લો મૂકી દેવામાં આવશે. આ પહેલાં પાલિકાએ 15 જૂને બ્રિજ ખુલ્લો મુકવા માટે જાહેરાત કરી છે પરંતુ આ દિવસે બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા ઘણી ઓછી છે.