ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી, રવિવારથી 6 દિવસ માટે તાપમાનમાં વધારો થશે

તાપમાન 44ને પાર થાય તેવી સંભાવના છે. ગુરૂવારે રાજકોટમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાનનો પારો નોંધાયો હતો. રાજકોટમાં છેલ્લા 10 વર્ષમાં મે મહિનામાં પારો 44ને પાર થયો હોય તેવું 6 વખત બન્યું છે.
 
orig_summer_1615759644

અટલ સમાચાર, ડેસ્ક


ગુજરાત સહિત દેશભરમાં વાતાવરણમાં પલટો આવ્યા પછી હવે ફરીથી હિટવેવ શરૂ થવાની હવામાન વિભાગની  આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીમાં આંશિક રાહત અનુભવાઇ રહી છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારથી 6 દિવસ માટે તાપમાનમાં વધારો થશે. જેના કારણે તાપમાન ૪૪ ડિગ્રીથી વધુ નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ગુરૂવારે દિવસ દરમિયાન 41.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી બન્યુ હતુ. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. પરંતુ ત્યારબાદ ગરમીના જોરમાં ફરી વધારો થઇ શકે છે. જેના કારણે તાપમાન 44ને પાર થાય તેવી સંભાવના છે. ગુરૂવારે રાજકોટમાં 41.3 ડિગ્રી મહત્તમ તાપમાનનો પારો નોંધાયો હતો. રાજકોટમાં છેલ્લા 10 વર્ષમાં મે મહિનામાં પારો 44ને પાર થયો હોય તેવું 6 વખત બન્યું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આગામી 3 દિવસ દરમિયાન રાજકોટમાં તાપમાન પણ વધીને 42ની આસપાસ નોંધાઇ શકે છે. રાજ્યમાં આ સિવાય અન્યત્ર પારો 41 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં મે મહિનામાં તાપમાન 44ને પાર થયું હોય તેવું 7 વખત બન્યું છે. જેમાં સૌથી વધુ ગરમી 20 મે 2016ના દિવસે નોંધાઇ હતી. તે દિવસે તાપમાન 48 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

દેશની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર, મધ્ય અને પશ્વિમ ભારતમાં તાપમાનનો પારો ફરીથી ઊંચો જશે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં વરસાદ પડયો હતો.ઉત્તર પ્રદેશમાં વરસાદ પડયો હતો. આંધી સાથે વરસાદ થયો હતો અને વીજળી પણ પડી હતી. વીજળી પડવાના બે બનાવોમાં બે લોકોનાં મોત થયા હતા. આંધીના કારણે પાવરકટ થયો હતો. કેટલાય વીજથાંભલા પડી ગયા હતા.

હવામાન વિભાગે કહ્યું હતું કે, ગરમીથી વધારે દિવસો રાહત મળવાની નથી. ફરીથી હિટવેવ શરુ થવાની આગાહી છે. ખાસ તો ઉત્તર ભારતના રાજ્યો, પશ્વિમ અને મધ્ય ભારતના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો ઊંચો જશે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લૂથી બચવાની ચેતવણી આપી છે.