ગુજરાતઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઇ માસને લઇ વરસાદની આગાહી કરી

varsad 1

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં જૂન મહિનામાં  મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં જે વરસાદની ઘટ હતી તે મોટા ભાગની ઘટ હવે જુલાઇ માસમાં પૂર્ણ થાય તેવા એંધાણ છે. છેલ્લા 24 કલાકમાં આણંદ અને બોરસાદમાં આભ ફાટ્યુ હતું. અને અહીં મેઘરાજાએ સાંબલેધાર વરસ્યા હતા. જેના કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં જ માનવજીવન પણ મુશ્કેલીમાં મૂકાયું હતું ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  રાજ્યમાં 10થી 15 જુલાઈ વચ્ચે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઇ માસને લઇ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની હવામાન આગાડી અનુસાર, આગામી 10થી 15 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી અનુસાર, 10 જુલાઈથી રાજ્યાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જેના પગલે 15 જુલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે. ત્યાં જ આ દરમિયાન ભારે વરસાદની પણ સંભાવના છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો તે ગુજરાતમાં વરસાદ (Gujarat Rains from 10 July to 15 July) લઈને આવશે. દરમિયાન હવામાન વિભાગની પણ વરસાદની આગાહી તો યથાવત છે જ ત્યારે વધુ એક વરસાદની આગાહી સામે આવી રહી છે.જણાવી દઇએ કે, હવામાન વિભાગે (Meteorological department) શનિવારે સવારે આઠ વાગ્યે એટલે કે બીજી જુલાઈના રોજ જાહેર કરેલી યાદી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે.