ગુજરાતઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોથી ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી કરી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં ચોથી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
 
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં મેઘરાજાની સવારીની ગતિ ધીમી પડી છે. ત્યારે હવામાન વિભાગના નિયામક ડો. મનોરમા મોહન્તીએ આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આવતા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની શક્યતા છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોથી ઓગસ્ટથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.

મંગળવારે વેધર વોચ ગ્રૂપની સાપ્તાહિક બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા મળી હતી. જેમાં હવામાન વિભાગના નિયામક ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓગસ્ટ માસ દરમિયાન ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. આવતા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે આગાહી કરી છે. રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં ચોથી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

રાહત કમિશનર પી. સ્વરૂપે જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદ (heavy rain in gujarat)થી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, રાજ્યના 206 ડેમમાં અત્યારે 3,39,027 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 60.74 ટકા છે. રાજ્યમાં 53 ડેમ હાઇએલર્ટ ઉપર, 9 ડેમ એલર્ટ ઉપર અને 17 ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર છે. નર્મદા ડેમમાં 2,62,412 એમસીએફટી પાણી ભરાયું છે.

હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ત્રણ દિવસ એટલે કે પાંચ ઓગસ્ટ સુધી મહેસાણા જિલ્લામાં નોંધણી લાયક વરસાદની શક્યતા નહિવત છે. ત્યાર બાદ 6 ઓગસ્ટથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવી શકે છે. જે મુજબ 6 થી 8 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.