ગુજરાતઃ ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-3 કોમ્પ્યુટરની પરીક્ષા રદ્દ થઇ, ટૂંક સમયમાં ફરીથી લેવાશે
રદ્દ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન દ્વારા આ અંગે ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે જણાવાયું છે કે, કોમ્પ્યુટર પ્રોફિસીયન્સીની પરીક્ષા ટેક્નિકલ કારણોસર પરીક્ષા રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં આ પરીક્ષા માટેની નવી તારીખ જાહેર કરવામાં આવશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની (GSSSB) વર્ગ-3ની પરીક્ષા રદ થઇ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક વર્ગ-3 ની (senior clerk eam) કોમ્પ્યુટરની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાઇ હતી. જેમા ટેકનીકલ ખામી સર્જાતા પરીક્ષા રદ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ટૂંક સમયમાં પરીક્ષાનું ફરીથી આયોજન કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, હવે આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે. સીનિયર ક્લાસ વર્ગ-3ની સીધી ભરતી માટે ભાગ-2ની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી કસોટી 3 થી 5 માર્ચ દરમિયાન કુલ 7 સેશનમાં પોલીસ એકેડમી કરાઈ ખાતે યોજાઈ હતી. આ પરીક્ષા દરમિયાન કેટલીક ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. જેથી તેનું પુન: આયોજન કરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી. GSSSB દ્વારા તમામ રજૂઆતોની સમીક્ષા કર્યા બાદ ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાનું પુન: આયોજન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.