ગુજરાતઃ સરકારે 14 ઓગસ્ટે આર્થિક પેકેજની જાહેરાત કરી, હજુ સુધી પરિપત્ર બહાર ના આવતા પોલીસ કાગડોળે

સરકારે 14 ઓગસ્ટે તો આર્થિક પેકેજની જાહેરાત કરી દીધી. પરંતુ જાહેરાત સંબંધિત પરિપત્ર હજુ બહાર પાડ્યો નથી. ત્યારે હજુ પણ પોલીસ કર્મચારીઓને આર્થિક પેકેજનો લાભ મેળવવા માટે રાહ જોવી પડશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ તમામ પોલીસ કર્મચારીઓને તેનો લાભ દિવાળી આસપાસ મળતો થાય તેવી જાણકારી ગૃહ અને નાણાં વિભાગ તરફથી મળી રહી છે.
 
money-01-4-

અટલ સમાચાર, ડેસ્ક
 
રાજ્ય સરકારે પગાર વધારાને લગતો કોઈ પણ પ્રકારનો જીઆર હાલ સુધી ન કર્યો હોવાની માહિતી મળી રહી છે ત્યારે પોલીસ કર્મચારીઓને આગામી મહિને એટલે કે ઓગસ્ટ માસના પગારમાં પગાર વધારાનો લાભ નહિ મળે. અત્યાર સુધીના હયાત પગાર માં જ કર્મચારીઓને આવતા મહિને ગુજરાન ચલાવવું પડશે. સ્વતંત્રતા પર્વ ઉજવણીની આગલી સાંજે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને પોલીસ કર્મચારીઓ માટે રૂપિયા 550 કરોડનું ભંડોળ ફાળવ્યાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને 11 દિવસ વિતવા છતાં હજુ સુધી પોલીસ કર્મચારીઓ માટે નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતો જી.આર. હજુ સુધી સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી.
 
સરકારે 14 ઓગસ્ટે તો આર્થિક પેકેજની જાહેરાત કરી દીધી. પરંતુ જાહેરાત સંબંધિત પરિપત્ર હજુ બહાર પાડ્યો નથી. ત્યારે હજુ પણ પોલીસ કર્મચારીઓને આર્થિક પેકેજનો લાભ મેળવવા માટે રાહ જોવી પડશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ તમામ પોલીસ કર્મચારીઓને તેનો લાભ દિવાળી આસપાસ મળતો થાય તેવી જાણકારી ગૃહ અને નાણાં વિભાગ તરફથી મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 14 ઓગસ્ટના રોજ સુરત ખાતેથી પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ.550 કરોડનું પેકેજ મંજૂર કર્યું હોવાની જાહેરાત કરી હતી. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, નિયુક્ત કમિટીનો આખરી અહેવાલ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને 30 એપ્રિલ 2022ના રોજ સુપ્રત કરાયો હતો. રાજ્ય સરકારના નિર્ણયથી આ પોલીસકર્મીઓને વાર્ષિક 64,૦૦૦ થી 96,૦૦૦ સુધીનો પગાર વધારો મળશે.
 

કેજરીવાલની જાહેરાત બાદ ગુજરાત સરકારે ઊતાવળે પગલાં ભરવા પડ્યા ઉલ્લેખનીય છે કે ગુજરાત મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલે પોલીસ ગ્રેડ પે બાબતે પોતાનો પક્ષ રજૂ કરતાં ગુજરાત સરકાર માટે જરૂરી બની ગયું હતું કે, તાત્કાલિક ધોરણે પોલીસ પગાર અંગે જાહેરાત કરવામાં આવે. આમ, સ્વતંત્રતા પર્વ ઉજવણીની આગલી સાંજે જ સરકારે પોતાનો નિર્ણય જાહેર કરવો પડ્યો હતો.