ગુજરાતઃ આવતીકાલે બિન સચિવાલયની પરીક્ષા, સરકારે આ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો, જાણો વધુ
no

અટલ સમાચાર, ડેસ્ક


ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, જાણો ઉમેદવારો શું થશે લાભકોરોનાકાળ બાદ હવે પરીક્ષાની સિઝન ચાલી રહી છે. એક પછી એક પરીક્ષાઓ લેવાઈ રહી છે. જો કે વચ્ચે અભ્યાસમાં લાંબો ગેપ આવી જતા ઘણા વિદ્યાર્થીઓ તાણ પણ અનુભવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો પણ પરીક્ષાને લઈને તાણ અનુભવતા હોય છે. જેને લઈને ગૌણ સેવા પસંદગી મંડળની આ રવિવારે લેવાનાર બિન સચિવાલય સંવર્ગની પરીક્ષાના ઉમેદવારોને પરીક્ષા પૂર્વે કે પરીક્ષા પછી તાણ ચિંતા ભય ડર જેવી સમસ્યાઓ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. 

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આ હેલ્પલાઇન નંબર છે 18002333330. જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને 24 કલાક કાર્યરત છે. આ જીવન આસ્થા માનસિક આરોગ્ય હેલ્પલાઇન નંબર ઉમેદવારોના મનમાં રહેલી ચિંતા દૂર કરશે. હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.