ગુજરાતઃ આ આઠ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાને રેડ એલર્ટ જાહેર કરવામાં

. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત, તાપી, વલસાડ,દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ તથા રાજકોટ, જામનગર,સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ છે.
 
cyclone-

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં  મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જુલાઇ મહિનાની 15મી તારીખ સુધીમાં તો મોસમનો50 ટકાથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં  સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ થઇ છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે આઠ જિલ્લામાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ  જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત, તાપી, વલસાડ,દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ તથા રાજકોટ, જામનગર,સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દક્ષિણ ગુજરાતની સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં પૂર્ણા નદી પરના બે ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદીના પ્રવાહમાં વધારો થયો છે. જેનું પાણી નવસારી તરફ આવતા આફતની સ્થિતિ સર્જાઇ છે. નવસારીમાં પૂરજોશથી રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. બે ચોપર દ્વારા હાલ કામગીરી ચાલે છે વધુ બે ચોપરની માંગણી કરવામાં આવી છે.