ગુજરાતઃ મધ્યમવર્ગના માણસોને મોંઘવારીનો વધુ એક માર, સરકારી વીજ કંપનીઓએ યુનિટ દીઠ 79 પૈસાનો વધારો કર્યો
money-01-4-

અટલ સમાચાર, ડેસ્ક

સરકારની વીજ કંપનીઓએ વીજદરમાં વધારો કર્યો છે. સરકારી વીજ કંપનીઓએ યુનિટ દીઠ 79 પૈસાનો વધારો કર્યો છે.પેટ્રોલ-ડીઝલ, શાકભાજી, કઠોળ, LPG ગેસ બાદ હવે વીજળીના દરોમાં પણ વધારો થયો છે. ત્યારે મધ્યમવર્ગ પર વધુ એક બોજો પડ્યો છે. વધતી મોંઘવારીના પગલે પહેલેથી જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયેલુ છે. ત્યારે જો વીજ દરો વધશે તો સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવુ ખરેખર મુશ્કેલ થઇ જશે.

   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
ગુજરાત સરકારની વીજ કંપનીઓએ વીજળીમાં ભાવ વધાર્યો કર્યો છે. વીજળીમાં યુનિટ દીઠ 79 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે ગુજરાતના 1 કરોડ 40 લાખ લોકો પર રુપિયા 8 હજાર 690 કરોડનો બોજ પડશે. ગુજરાત સરકારની વીજ કંપનીઓની કુલ ઉત્પાદન ક્ષમતાની તુલનાએ માત્ર 43 ટકા જ વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાથી વીજળીની અછત વર્તાઈ રહી છે. બીજી તરફ સરકારી વીજ કંપનીઓ ખાનગી વીજ કંપની પાસેથી વીજળી ખરીદે છે. ખાનગી વીજ કંપનીઓ પાસેથી ખરીદી કરતા હોવાથી વીજળીના ભાવ વધ્યા છે.

 
ગુજરાતના ઉદ્યોગો, કોમર્શિયલ એકમો અને રહેઠાણોની વીજળીની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે. તેથી વીજળીની ડિમાન્ડ 20 હજાર મેગાવોટને ઓળંગી ગઈ છે. તેની સાથે જ કૃષિ ક્ષેત્રની વીજળીની ડિમાન્ડ પણ વધી રહી છે. ગુજરાત ધીમી ગતિએ વીજ સંકટ તરફ ઢસડાઈ રહ્યું હોવાનું જણાય છે. ત્યારે આ તરફ સરકારી વીજ કંપનીઓ ખાનગી વીજ કંપની પાસેથી વીજળી ખરીદે છે. જેના પગલે હવે સરકારની વીજ કંપનીઓએ યુનિટ દીઠ ભાવ વધારો કર્યો છે.