રિપોર્ટ@ગુજરાત: ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલે યોજાશે, જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષાનું આયોજન

અટલ સમાચાર, ડેસ્ક
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી વિવિધ વિભાગો જેવા કે ડિગ્રી એન્જિનિયરિંગ,ડિગ્રી ડિપ્લોમા અને ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકેટની પરીક્ષાનું આયોજન થતું હોય છે, ત્યારે વર્ષ 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ નક્કી કરવામાં આવી છે.
આગામી 03 એપ્રિલના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 03 એપ્રિલ 2023ના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો બીજી તરફ પહેલાથી નિર્ધારિત JEE Main Exam Date 24 જાન્યુઆરીથી જ થશે. લેટેસ્ટ નોટિસ અનુસાર, હવે જેઈઈ મેઇન 2023 ફર્સ્ટ સેશનની પરીક્ષા આ તારીખે યોજાશે.
મહત્વનું છે કે, 24, 25, 29, 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2023ના રોજ પરીક્ષા યોજાશે. જ્યારે jeemain.nta.nic.in પર પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું હતું કે, JEE મુખ્ય સત્ર 1, 2023 માટેના એડમિટ કાર્ડ જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયે જાહેર કરવામાં આવશે