નિવેદન@ગુજરાત: પાટીદારો પરના કેસ પરત ખેંચવા અંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે....

 
Hardik Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભા પહોંચેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે પાટીદારો ઉપર થયેલા કેસોને લઈ નિવેદન આપતા કહ્યું હતું કે, થોડાક સમય પહેલા જ મારે ઋષિકેશ પટેલ સાથે વાત થઈ છે. કાયદાની પ્રક્રિયામાં રહી ને આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.

શું કહ્યું હાર્દિક પટેલે ? 

હાર્દિક પટેલે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ પાટીદાર પર થયેલા કેસ અંગે કઇ નિર્ણય લેવાશે. આ માટે મારે તાજેતરમાં જ ઋષિકેશ પટેલ સાથે વાતચીત થઈ છે. કાયદાની પ્રક્રિયામાં રહી ને આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

વિપક્ષની ભૂમિકામાં પણ અમે જ: હાર્દિક પટેલ 

હાર્દિક પટેલે કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં હાલ અમે જ સરકાર અને અમે જ વિપક્ષની ભુમિકા નિભાવીશું. વિધાનસભા સત્ર અંગે હાર્દિકે કહ્યું કે, અત્યારે વિરોધ પક્ષની ભૂમિકા નથી. અમે જ સરકાર અને અમે જ વિપક્ષની ભૂમિકા નિભાવીશું. આ સાથે ઉમેર્યું હતું કે, સત્તાની સાથે રહીને લોકસેવા કરશું. 

આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર

 

આ તરફ આજે ગુજરાત વિધાનસભામાં તમામ ધારાસભ્યોની શપથવિધિ બાદ હવે આવતીકાલે એક દિવસીય વિધાનસભાનું સત્ર મળશે. આ એક દિવસીય સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. આ સાથે આવતીકાલે મળનારા એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.