નિવેદન@ગુજરાત: આંદોલનના સાથી હાર્દિક અને જીગ્નેશની જીત વિશે શું કીધું અલ્પેશ ઠાકોરે ?

 
Alpesh Thakor

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થઈ છે. આ સાથે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર અલ્પેશ ઠાકોરની પણ ભવ્ય જીત થઈ છે. અલ્પેશ ઠાકોરે એક ખાનગી ચેનલ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસવાદ ચાલ્યો છે. ગુજરાતમાં આ વખતે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જોડીની જીત થઈ છે. 

ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભવ્ય જીત મેળવનાર અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસની જાતીવાદની નીતીને લોકોએ જાકારો આપ્યો છે. પક્ષે મને ધારાસભ્ય બનાવ્યો એ મારા માટે ધણુ છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસવાદની જીત થઈ છે. 

હાર્દિક અને જીગ્નેશ માટે શું કહ્યું ? 

એક સમયે આંદોલનના કારણે ચર્ચામાં આવેલા ત્રણેય નેતા હાર્દિક-અલ્પેશ અને જીગ્નેશની આ ચૂંટણીમાં જીત થઈ છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આંદોલનના સાથી હાર્દિક અને જીગ્નેશ MLA બન્યા તેની ખુશી છે. ગુજરાતની આ ચૂંટણીમાં કોંગ્રેસની જાતીવાદની નીતીને લોકોએ જાકારો આપ્યો છે.