જૂનાગઢ: ઘર કંકાસને પગલે પત્નીની હત્યા કરી પતિનો આપઘાત, 2 બાળકો નિરાધાર બન્યાં
mot

અટલ સમાચાર, ડેસ્ક

બે દિવસ પહેલા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના તોરણીયા નજીક આવેલી પોતાની વાડીમાં રામદે ઢોલા નામના વ્યક્તિએ પોતાની પત્ની લીલીબેનની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ પત્નીની લાશને વાડીમાં આવેલી પાણીની કુંડી નાંખી વાડીના દરવાજાને તાળું મારીને ફરાર થઈ ગયો હતો. જે બાબતે પોલીસે રામદે સામે હત્યાનો ગુનો નોંધીન તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. હવે આ કેસમાં અન્ય મહત્ત્વની માહિતી સામે આવી છે.

હકીકતમાં તોરણીયા નજીક ખડીયા ગામે આવેલી કરશનભાઈ જોગલની વાડીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને ઓળખવા તજવીજ હાથ ધરી હતી. પોલીસને મૃતકનાં ખિસ્સામાંથી વાડીની એક ચાવી મળી આવી હતી. મૃતદેહ મળ્યા બાદ પોલીસે મૃતકના સંતાનોને ઓળખ માટે બોલાવ્યા હતા. સંતાનોએ મૃતદેહ તેમના પિતાનો હોવાનું જણાવતા પોલીસે તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટ મોર્ટમ દરમિયાન મૃતકે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું. પોસ્ટ મોર્ટમ બાદ પોલીસે મૃતદેહને પરિવારને સોંપી દીધો હતો.

 આ રીતે ઘર કંકાસમાં એક પરિવારનો મારો વીખરાયો છે. પત્નીની હત્યા બાદ પતિએ પણ આપઘાત કરી લેતા દંપતીના બે જોડિયા સંતાનો નિરાધાર બન્યા છે. બંનેના 13 વર્ષના લગ્ન જીવનમાં બે જોડિયા બાળકોનો જન્મ થયો હતો. એવી પણ માહિતી મળી છે કે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. જોકે, પરિવારજનોની સમજાવટથી દર વખતે ઝઘડો શાંત થતો હતો.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
બનાવના દિવસે રામદે અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ રામદેએ આવેશમાં આવીને તેની પત્નીને તીક્ષ્ણ હથિયારનો ઘા હત્યા કરી નાખી હતા. જે બાદમાં પોતાનું પાપ છૂપાવવા લાશને વાડીમાં આવેલી પાણીની કુંડીમાં નાખી દીધી હતી અને પોતે ફરાર થઈ ગયો હતો. જે બાદમાં કદાત તેને પોતાની ભૂલનો અહેસાસ થયો હોય અથવા કોઈ અન્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. એક સાથે પતિ અને પત્નીને મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.