ઘટના@રાજકોટ: ભત્રીજી સાથે સૂતો હતો પતિ, પોલીસને લઈને પહોંચેલી પત્ની પણ ચોંકી ઉઠી

 
Rajkot police

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરમાં પરણિતા જ્યારે પોલીસને સાથે રાખીને પતિની તપાસ કરવા માટે પહોંચી ત્યારે તે પોતાની જ કૌટુંબિક ભત્રીજી સાથે સૂતેલો હતો. આમ છતાં પોલીસની હાજરીમાં પતિએ પત્ની સમક્ષ કાકા-ભત્રીજીએ જે નિવેદન આપ્યું તે કંઈક ચોંકાવનારું છે. રાજકોટના આ કિસ્સાને લઈને સંબંધોના ધજાગરા ઉડ્યાની ચર્ચાઓ થઈ રહી છે.

રાજકોટ શહેરના રણછોડ નગર વિસ્તારમાં રહેતા પરિણીત વ્યક્તિએ બે વર્ષથી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારે છેલ્લા 8 મહિનાથી તે કૌટુંબિક ભત્રીજીને સાથે રાખીને રહેતો હોવાની જાણ તેની પત્નીને થઈ હતી. ત્યારે થોડા દિવસ પૂર્વે પરિણીતા રાત્રીના સમયે પોલીસને સાથે લઈને પોતાના પતિના ઘરમાં ઘૂસી હતી. ત્યારે પત્ની અને પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશ્યા ત્યારે કંઈક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. પત્ની અને પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશ્યા ત્યારે પરિણીતાનો પતિ અમિત બેલડીયા પોતાની ભત્રીજી સાથે સૂતો મળી આવ્યો હતો. જેના કારણે થોડીક ક્ષણો માટે હોબાળો મચી ગયો હતો. 

પરણિતાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, દસ વર્ષ પૂર્વે તેને અમિત બેલડીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બે વર્ષ પૂર્વે તેના પતિએ તેની સાથે મારામારી કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ છેલ્લા આઠ મહિનાથી અમિત તેના મોસાળ પક્ષના સંબંધમાં થતી ભત્રીજી સાથે રહેતો હતો. તેમજ પત્નીએ જ્યારે પોતાના પતિનો મોબાઈલ ચેક કર્યો તો તેમાં કાકા ભત્રીજી વચ્ચે 'આઈ લવ યુ જાનુ' સહિતના લખાણો મળી આવ્યા હતા. આમ પિતા-પુત્રી સમાન સંબંધ હોવા છતાં કાકા ભત્રીજી વચ્ચે અને અનૈતિક સંબંધ હોવાનું ખુલ્યું હતું. અત્યારે સમગ્ર મામલે પોલીસે જ્યારે અમિત અને તેની ભત્રીજીના નિવેદન નોંધ્યા ત્યારે બંનેએ પોલીસમાં જણાવ્યું હતું કે, અમારી બંને વચ્ચે પિતા-પુત્રી સમાન સંબંધ છે.