નિવેદન@મહેસાણા: હું મહેસાણા છોડવાનો નથી, ચૂંટણી લડાઇને જતો રહેવાવાળો ખેલાડી નથી, જાણો કેમ નીતિન પટેલે આવું કહ્યું ?

 
Nitin patel

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટીએ 166 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જોકે આ ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના સીનિયર નેતાઓ ચૂંટણી લડવાના નથી. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે કહ્યુ કે હું મહેસાણા છોડવાનો નથી.ચૂંટણી લડાઇને જતો રહેવાવાળો ખેલાડી નથી. આ નિવેદન તેમને મહેસાણામાં આપ્યું છે. 

https://fb.watch/gLkg5F-e3W/

વાત જાણે એમ છે કે, મહેસાણામાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ સાથે સ્ટેજ પર જોવા મળેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકરો સાથે ખુલ્લા મને વાતચીત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, તમને નવાઇ લાગશે કે મે કેમ સામેથી ચૂંટણી લડવાની ના પાડી. મહેસાણામાં એક તરફી અભિપ્રાય મારો આવ્યો હતો. નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, “હું મહેસાણા છોડવાનો નથી, ચૂંટણી લડાઇને જતો રહેવાવાળો ખેલાડી નથી, એ રાજકારણીઓ જુદા. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ત્રણ દિવસ સુધી 182 વિધાનસભાના ઉમેદવારના નામની ચર્ચા કરી હતી અને યાદી દિલ્હી મોકલવામાં આવી હતી. દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં કઇ ચર્ચા વિચારણા થતી હોય તે પહેલા જ મે પત્ર લખીને જાહેરાત કરીને કહ્યુ- હું ઉમેદવારી કરવા માંગતો નથી. શરૂઆત મે કરી પછી વિજય ભાઇએ પણ જાહેરાત કરી અને બીજા બધા ઓટોમેટિક પછી આવવા લાગ્યા.”

આ સાથે નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, 90 ટકા કાર્યકરોએ જેને અભિપ્રાય આપવાનો અધિકાર હતો તેમાંથી મહેસાણા માટે મારો જ અભિપ્રાય આપ્યો હતો. નીરિક્ષકોએ પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ વાત કરી હતી. મહેસાણામાં એક તરફી અભિપ્રાય નીતિન ભાઇનો આવ્યો હતો.