બ્રેકિંગ@ગુજરાત: જો કોંગ્રેસની સરકાર બની તો CMનો ચહેરો OBC અને 3 Dy.CM ? સૂત્ર

 
Khadge

અટલ સમાચાર, ડેસ્ક

વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે. 5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કોગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. આજે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો સૂત્રોનું અને ખાનગી ચેનલોનું માનીએ તો બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે કે, કે જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગતરોજ પ્રથમ તબક્કાનું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાયું હતું. વર્ષ 2017ની ચૂંટણી કરતા આ વખતે મતદાનમાં ઘટાડો થયો છે. ત્યારે પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યુ છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે નક્કી કરી લીધું છે.