કવાયત@ગુજરાત: ભાજપના 4 નાયબ દંડકને સોંપાયો મહત્વનો ચાર્જ, જુઓ કોને શું જવાબદારી સોંપાઈ ?

 
Gujarat Vidhansbha

અટલ સમાચાર, ડેસ્ક

તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોડબ્રેક જીત હાસલ કરી છે. જે બાદ રાજ્યમાં નવી સરકારના મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો છે. વિધાનસભામાં એક મુખ્ય દંડક અને 4 નાયબ દંડકની નિમણૂક કરાઈ છે. જેમાં વડોદરાના બાલકૃષ્ણ શુક્લની મુખ્ય દંડક તરીકે નિમણૂક કરાઈ છે. ડાંગના વિજય પટેલ, બોરસદના રમણ સોલંકી, અમરેલીના કૌશિક વેકરિયા અને વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાની નાયબ મુખ્ય દંડક તરીકે નિમણૂક કરાઈ છે. ત્યારે હવે 4 નાયબ દંડકને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 

ગુજરાત વિધાનસભાના શાસક પક્ષને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના 4 નાયબ દંડકને સોપાઈ ઝોન વાઇઝ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં નાયબ દંડક કૌશિક વેકરીયાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે નાયબ દંડક વિજય પટેલ દક્ષિણ ઝોન, નાયબ દંડક રમણ સોલંકીને મધ્ય ઝોન અને નાયબ દંડક જગદીશ મકવાણાને ઉત્તર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. જે તે ઝોનના ધારાસભ્યોની જવાબદારી ઝોનના દંડકની રહેશે.