BREAKING@અમદાવાદ: બિલ્ડીંગની લિફ્ટ તૂટી પડતા 6 શ્રમિકોના કમકમાટીભર્યા મોત, પરિવારોમાં શોકનો માહોલ

અમદાવાદમાં યુનિવર્સિટી નજીક બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા 6ના મોત, તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
 
AMD

અટલ સમાચાર, ડેસ્ક 

અમદાવાદમાં આજે એક દુર્ઘટનામાં 6 શ્રમિકોનો મોત થતા હડકંપ મચી ગયો છે.  પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનામાં સાઈટ પર કામ કરી રહેલા 6 શ્રમિકોનામોત થતા હડકંપ મચી ગયો છે. એસ્પાયર - 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન લિફ્ટ તૂટી હતી.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી ક્લિક કરો 

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આ દુર્ઘટના સવારના 9:30 વાગે ઘટી હતી. આ ઘટના એડોર કન્સ્ટ્રક્શન સાઈટમાં બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા 6 શ્રમિકોના મોત નિપજ્યાં છે. હાલમાં આ તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

મૃતકોના નામ 

  • સંજયભાઈ બાબુભાઇ નાયક (ઉ.વ 20)
  • જગદીશભાઈ રમેશભાઈ નાયક (ઉ.વ 21)
  • અશ્વિનભાઈ સોમાભાઈ નાયક (ઉ.વ 20)
  • મુકેશ ભરતભાઈ નાયક (ઉ.વ 25)
  • રાજમલ સુરેશભાઇ ખરાડી (ઉ.વ 25)
  • વી.એસ હોસ્પિટલ પકજભાઇ શંકરભાઇ ખરાડી (ઉ.વ.21)