બ્રેકિંગ@દહેગામ: કોંગ્રેસ માટે રાહતના સમાચાર, આખરે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કામિની બા રાઠોડે ફોર્મ પરત ખેંચ્યું
Nov 21, 2022, 17:25 IST

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટિકિટને લઈને નારાજ ચાલી રહેલા કામિની બા એ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. દહેગામ બેઠક પર કામિની બા રાઠોડે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ રાહતનો શ્વાસ લીધો છે. બીજા તબક્કાનો ચૂંટણી માટે આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે દેહગામ બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર કામિની બાએ ફોર્મ પરત ખેંચ્યું છે.
મહત્વનું છે કે, કામિની બા એ થોડા દિવસ પહેલા એવાં આક્ષેપો પણ કર્યા હતા કે, તેમની પાસે ઉમેદવારી નોંધાવવા પૈસા માંગવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે કોંગ્રેસના સિનિયર નેતાઓ પર પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારા ફોનનો જવાબ આપવામાં નથી આવી રહ્યો.