મર્ડર@મહેસાણા: વાસી ઉત્તરાયણે પતંગના પેચ લડાવવા મુદ્દે વૃદ્ધની જાહેરમાં હત્યા, 5 ઇસમો વિરુદ્ધ FIR

 
Mehsana

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના નાનીદાઉ ખાતે ઉત્તરાયણે ખૂની હુમલા બાદ ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે વૃદ્ધની જાહેરમાં હત્યાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ પતંગના પેચ લડાવવા બાબતે સોસાયટીના જ બે જૂથ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઝઘડાનું ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું. આ તરફ સ્થાનિક માથાભારે પાંચ ઇસમોએ વૃદ્ધને ધોકા-લાકડી અને લોખંડની પાઇપો મારતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. સમગ્ર મામલે પાંચ ઇસમો વિરુધ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 

Mehsaan

મહેસાણા શહેરના માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો છે. ઉમાનગર સોસાયટીમાં રહેતાં નાગજીભાઈ વણઝારા વાસી ઉત્તરાયણના દિવસે પોતાના પરિવાર સાથે ધાબે પતંગ ઉડાડી રહ્યા હતા. આ દરમ્યાન સોસાયટીના 5 માથાભારે ઇસમોએ પતંગના પેચ લગાવવા મામલે માથાકુટ કરી હતી. જોત જોતાંમાં સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતાં બંને જૂથ સામસામે આવી ગયા હતા. જેમાં નાગજીભાઈ વણઝારાને પાંચ ઇસમોએ ધોકા-લાકડીઓ અને લોખંડની પાઇપો માથાના ભારે મારતાં તેઓને લોહીલુહાણ કરી દીધા હતા. 

Mehsaan

સૂત્રોએ જણાવ્યું હતું કે, માથાભારે ઇસમોના હુમલામાં ગંભીર ઇરતે ઇજાગ્રસ્ત વૃધ્ધને પહેલા સારવાર માંતે મહેસાણા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જોકે મહેસાણા સિવિલમાં ડોક્ટરોએ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાનું કહેતા તેઓને અમદાવાદ લઈ જવાની કવાયત શરૂ કરાઇ હતી. જોકે ગંભીર પ્રકારની ઇજાઓને કારણે વૃધ્ધ કે, નાગજીભાઈ વણઝારાનું કરુણ મોત નીપજ્યું હતું. 

આ તરફ નાગજીભાઈ વણઝારાની હત્યા મામલે વનરાવન બાબુજી ઠાકોર, હરેશ કેશવલાલ રાવળ, ચિરાગ હરેશભાઇ રાવળ, બોબી હરેશભાઇ રાવળ અને સુનિલ રમેશચંદ્ર વ્યાસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા એ ડિવિઝન પોલીસે તમામ ઇસમો વિરુદ્ધ આઇપીસી કલમ 143, 147, 148, 149, 302, 323, 504, 506(2), 114 તેમજ જી.પી.એકટ ક 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.