વાતાવરણ@અમદાવાદ: ભરશિયાળે માવઠું, અનેક વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતના મોટાભાગનાં વિસ્તારો વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં પણ બપોરે અનેક વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા પડ્યા છે. શહેરનાં SG હાઈવે, પ્રહલાદનગરમાં વરસાદી છાંટા પડ્યા છે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. પંચમહાલ, હિંમતનગર, ડાકોરમાં પણ વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમણે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરષ્ટ્રમાં સામાન્ય વરસાદની શકયતા રહેલી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ થવાની શક્યતા પણ સેવાઇ રહી છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી રાજકોટમાં પણ સામન્ય વરસાદની શકયતા રહેલી છે. બે દિવસ બાદ વાતાવરણ સૂકું રહેશે. ગુજરાતમાં સૂસવાટાભેર પવન પણ ફૂંકાશે જેના કારણે ઠંડીનો અહેસાસ પણ થશે.