દેશઃ કોવિડ-19ના એક દિવસમાં 17,336 નવા કેસ નોંધાયા, 38 લોકોના મોત થયા

  જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5 લાખ 24 હજાર 954 પર પહોંચી ગઈ છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા હવે 4 કરોડ 27 લાખ 49 હજાર 56 થઇ ગઇ છે. દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 88284 પર પહોંચી ગયો છે.
 
korona

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 17,336 નવા કેસ નોંધાયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 88,284 થઈ ગઈ છે. આ પહેલા ગુરુવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 13,313 નવા કેસ નોંધાયા હતા. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 લોકોના મોત થયા છે.

નોંધનીય છે કે દેશમાં એક દિવસ પહેલા કોરોનાના નવા કેસ પાંચ રાજ્યોમાંથી નોંધાયેલા છે.  કોરોનાના નવા કેસોની બાબતમાં કેરળ ટોપ પર છે. કેરળ પછી મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા 17336  નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસોમાં વધારા સાથે એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે.  દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા  88284 પર પહોંચી ગઇ છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. 

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5 લાખ 24 હજાર 954 પર પહોંચી ગઈ છે. કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા હવે 4 કરોડ 27 લાખ 49 હજાર 56 થઇ ગઇ છે. દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 88284 પર પહોંચી ગયો છે.