કવાયત@ગુજરાત: ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં હવે મંત્રીઓને વધુ એક જવાબદારી, જાણો એક જ ક્લિકે

Bhupendra Patel Government

અટલ સમાચાર, ડેસ્ક

ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં હવે મંત્રીઓને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. નવી સરકારના મંત્રીઓને જિલ્લા પ્રભારીમંત્રીની કામગીરી સોંપાઈ છે. જેમાં વહીવટી અને દેખરેખ માટે મંત્રીઓને જિલ્લા પ્રભારી બનાવાયા છે. કનુભાઈ દેસાઈને સુરત અને નવસારીની જવાબદારી સોંપાઈ છે. હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરની જવાબદારી સોંપાઈ છે.  

વહીવટી અને દેખરેખ માટે મંત્રીઓને જિલ્લાની પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. જેમાં અમદાવાદ, ખેડા તેમજ આણંદની ઋષિકેશ પટેલને જવાબદારી સોંપાઈ છે. રાઘવજી પટેલને જૂનાગઢ અને રાજકોટના તેમજ બળવંતસિંહ રાજપૂતને સાબરકાંઠા અને બનાસકાંઠાની જવાબદારી આપવામાં આવી છે. કુંવરજીને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી બનાવાયા તેમજ મૂળુ બેરાને જામનગર અને સુરેન્દ્રનગર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને દાહોદ અને પંચમહાલ જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે.

 

ભાનુબેન બાબરિયાને ભાવનગર અને બોટાદ જિલ્લાના પ્રભારી બનાવાયા તેમજ જગદીશ પંચાલને મહેસાણા અને પાટણની જવાબદારી અપાઈ છે. પરસોત્તમ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથની જવાબદારી આપવામાં આવી છે. બચુભાઈ ખાબડની મહિસાગર, અરવલ્લી, મુકેશ પટેલને વલસાડ અને તાપી અને પ્રફુલ પાનસેરિયાને મોરબી અને કચ્છ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. ભીખુસિંહ પરમારને છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના પ્રભારી બનાવાયા છે તેમજ કુંવરજી હળપતીને ભરૂચ, ડાંગ જિલ્લાના પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે