રિપોર્ટ@ગુજરાત: ભાજપના સંકલ્પ પત્રમાં ખેડૂતોને રિઝવવા અનેક વાયદા કરવામાં આવ્યા, જાણો એક જ ક્લિકે

 
Patil

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગુજરાત ચૂંટણીને લઈ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ આજે ગાંધીનગરમાં કમલમ ખાતે સંકલ્પ પત્ર જાહેર કર્યો. જેમાં ખેતી, આરોગ્ય અને યુવા રોજગારીને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ભાજપે સંકલ્પ પત્રમાં ખેડૂતોને રિઝવવા અનેક વાયદા કર્યા.

ખેડૂતોને શું કર્યા વાયદા

₹10,000 કરોડના રોકાણ સાથે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષનું નિર્માણ

₹25,000 કરોડના ખર્ચે ગુજરાતના સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવશે

ખેડ઼ૂત મંડળીઓ, APMC ને મજબૂત કરવી, કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો સંકલ્પ

ગૌશાળાઓને મજબૂત કરવા 500 કરોડના વધારાનું બજેટ

1,000 વધારાના મોબાઈલ વેટરનરી યુનિટ સ્થાપીને અને સંપૂર્ણ રસીકરણ અને વીમો સુનિશ્ચિત કરીને પશુધનની સર્વગ્રાહી સંભાળ રખાશે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે સી ફૂડ પાર્ક બનાવાશે

ભારતનો પ્રથમ બ્લુ ઈકોનોમી ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવાશે અને માછીમારી સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેટી, કોલ્ડ સપ્લાય ચેઈન અને બોટનું યાંત્રીકરણ) મજબૂત કરવામાં આવશે