દુર્ઘટનાઃ સુરતમાં બે અલગ-અલગ આપઘાતથી ચકચાર, વેપારીના પુત્રએ નાપાસ થવાના ડરે જીવન ટુકાવ્યું

પરીક્ષામાં ઓછા બેન્ડ આવ્યા બાદ હતાશ થઈ હતી. આપઘાત કરી લેનારી હેતાલીએ ડીગ્રી કરવાના વિચાર સાથે તૈયારી શરૂ કરી હતી. આ દરમિયાન તેણીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.
 
મોત

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેરમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. આપઘાત કરનાર બંને વિદ્યાર્થીઓ છે. પ્રથમ બનાવમાં ધોરણ-12માં નાપાસ થવાના ડરે વેપારીના પુત્રએ આપઘાત કરી લીધો છે. બીજા બનાવમાં ડિપ્લોમા બાદ ડીગ્રીની તૈયારી કરતી વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી લીધું છે. બંને કેસમાં પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

સુરતના મગદલ્લા વિસ્તારમાં એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. કોમ્પ્યુટર ડિપ્લોમા બાદ ડીગ્રીની તૈયારી કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. એવી માહિતી મળી છે કે વિદ્યાર્થિની કેનેડામાં અભ્યાસ માટે ILTSની પરીક્ષામાં ઓછા બેન્ડ આવ્યા બાદ હતાશ થઈ હતી. આપઘાત કરી લેનારી હેતાલીએ ડીગ્રી કરવાના વિચાર સાથે તૈયારી શરૂ કરી હતી. આ દરમિયાન તેણીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.
    અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

હેતાલીએ માતાપિતાની ગેરહાજરીમાં પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. હેતાલીએ પોતાના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરીને આપઘાત કર્યો હતો. હેતાલીએ બપોરે માતા સાથે ફોન પર વાતચીત કરી હતી. જે બાદમાં હેતાલીએ સાંજે ફોન ન ઉપાડતા તેના પિતાએ ઘરે આવીને તપાસ કરી હતી. પિતાએ ઘરે આવીને જોયું તો દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આપઘાત પહેલા હેતાલીઓ પોતાનો મોબાઇલ ફોન ફોર્મેટ કરી નાખ્યો હતો.
ધો. 12ની પરીક્ષામાં નાપાસ થવાના ડરે વેપારી પુત્રનો આપઘાત

બીજા એક બનાવમાં સુરત શહેરના ભટાર વિસ્તાર (Bhatar area)માં રહેતા કાપડના વેપારીના પુત્રેએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આગામી 25મી તારીખે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. સીબીએસઈમાં અભ્યાસ કરતા પુત્રએ રિઝલ્ટ પહેલા જ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે.