નિવેદન@ગુજરાત: PM અને ગૃહમંત્રી એક મહિનો રાજ્યમાં રહેશે તો પણ નહીં જીતે: જગદીશ ઠાકોર

 
Jagdish Thakor

અટલ સમાચાર, ડેસ્ક

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય ધમપછાડા પણ શરૂ થઈ ગયા છે. રાજકીય નિવેદન બાજીમાં જગદીશ ઠાકોરનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. ભાવનગરમાં કોંગ્રેસ પ્રેદશ પ્રમુખ જગદીશ ઠાકોરનું જયનારાયણ વ્યાસ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. જેમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

જગદીશ ઠાકોરે ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, આ વખતે ભાજપની 70 સીટ પણ આવવાની નથી. તેમણે ઉમેર્યું હતું કે, PM મોદી કે ગૃહમંત્રી અમિત શાહ એક મહિનો ગુજરાતમાં રહેશે તો પણ ભાજપની હાર નક્કી છે

ભાવનગરમાં કોંગ્રેસ ‎પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું જયનારાયણ વ્યાસને મુદ્દે કહ્યું હતું કે, જયનારાયણ વ્યાસની ટિકિટ તો 15 વર્ષથી કપાઈ છે. 15 વર્ષ ટીકિટ કપાયા છતાં તેઓ ભાજપમાં જ રહ્યા હતા તેમ પણ જણાવ્યું હતું. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, હવેનો સમય એવો છે કે ભાજપના સભ્યો અપમાનિત થાય છે અને જે કાર્યકરોએ ભાજપના છોડને પરસેવો આપ્યો તેને ભાજપ જ કાપે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરો પોતાના દુઃખના કારણે પાર્ટી છોડી રહયા છે.