નોકરીઃ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 42 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી
Online-Jobs

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્ય સરકારના વધુ એક વિભાગમાં એપ્રેન્ટિસની તક બહાર પડી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 42 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફીકેશન મુજબ આ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળની   સ્કિમ છે જેના માટે ઓનલાઇન અરજી કરવાની  અંતિમ તારીખ 30મી એપ્રિલ છે. જીપીસીબીની આ જગ્યા માટે અરજી કરવાની અંતિમ તારીખ શનિવારે છે. જે વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસશીપ માટે અજી કરવા માગતા હોય તેમણે અહીંયા નીચે ટેબલમાં આપવામાં આવેલી માહિતીના આધારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPCB Recruitment 2022: ખાલી જગ્યા

આ ભરતીમાં કુલ 42 જગ્યાઓ ખાલી છે. આ પૈકીની ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 21 અને ડિપ્લોમા એપ્રેન્ટિસની 21 ખાલી જગ્યાઓ છે. જેમાં ગ્રેજ્યએટ એપ્રેન્ટિસની બાયો ટેકનોલોજીની 03, કેમિકલ એન્જિનિયરીંગની 05, સિવિલ એન્જિનિયરીંગની 04, એનવાયર્નમેન્ટલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગની 03, ઈન્સ્ટ્રુમેન્શન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગની 04, મરીન એન્જિનિયરીંગની 03, અધર્સમાં માસ્ટર્સ ઈન એનાવયરમેન્ટલ એન્ડ એલાઈડ ડિસિપ્લીન્સની 01 જગ્યા છે. ડિપ્લોમાં એન્જિનિયરીંગમાં પણ સરખી જગ્યાઓ છે.
 
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

 આ ભરતીમાં કુલ 42 જગ્યાઓ ખાલી છે. આ પૈકીની ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 21 અને ડિપ્લોમા એપ્રેન્ટિસની 21 ખાલી જગ્યાઓ છે. જેમાં ગ્રેજ્યએટ એપ્રેન્ટિસની બાયો ટેકનોલોજીની 03, કેમિકલ એન્જિનિયરીંગની 05, સિવિલ એન્જિનિયરીંગની 04, એનવાયર્નમેન્ટલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગની 03, ઈન્સ્ટ્રુમેન્શન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગની 04, મરીન એન્જિનિયરીંગની 03, અધર્સમાં માસ્ટર્સ ઈન એનાવયરમેન્ટલ એન્ડ એલાઈડ ડિસિપ્લીન્સની 01 જગ્યા છે. ડિપ્લોમાં એન્જિનિયરીંગમાં પણ સરખી જગ્યાઓ છે.

GPCB Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

આ નોકરી માટે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે બીટેક અને બીઈની ડિગ્રી સંબંધિત વિષયમાં પાસ કરેલી હોવી અનિવાર્ય છે. જ્યારે ડિપ્લોમાં એપ્રેન્ટિસ માટે સંબંધિત વિષયોમાં ડિપ્લોમાં કરેલું હોવું અનિવાર્ય છે. શૈક્ષણિકની લાયકાતની વધુ માહિતી અહીંયા આપવામાં આવેલી જાહેરાત દ્વારા જાણી શકાશે.