નોકરીઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત, 1500 શિક્ષકોની ભરતી કરાશે
નોકરી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સ્પેશિયલ એજ્યુકેટરની 1500 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. સમગ્ર શિક્ષા - શિક્ષણ વિભાગ અંતર્ગત જિલ્લાઓમાં ક્લસ્ટર, કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી 3 કેટેગરીમાં ભરતીની જાહેરાત કરાશે. 

સર્વ શિક્ષા અભિયાન, ગુજરાતે પોતાની વેબસાઈટ પર વિશેષ શિક્ષકના પદ માટે ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. તમામ ઈચ્છુક ઉમેદવારો http://ssarms.gipl.in/ પર ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છે. 

ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ : 26/05/2022 થી 08/06/2022

ભરતી અભિયાન અંતર્ગત વિવિધ વિભાગોમાં 1500 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ માટે અધિકારીક વેબસાઈટ પર વધુ માહિતી આપવામાં આવી છે. ઓનલાઈન એપ્લિકેશન 26 મે, 2022 થી લઈને 8 જૂન, 2022 સુધી કરી શકાય છે. 

SSA Gujarat Recruitment 2022 : આ પદ માટે ભરતી થશે

સ્પેશિયલ એજ્યુકેટર (સીપી) - 43 પદ
સ્પેશિયલ એજ્યુકેટર (એમડી) - 530 પદ
સ્પેશિયલ એજ્યુકેટર (આઈડી/એમઆર) - 927 પદ
કેટલો પગાર મળશે
સ્પેશિયલ એજ્યુકેટર (સીપી) ના પદ પર સિલેક્ટ થનારા ઉમેદવારને 15000 રૂપિયા પ્રતિ મહિના પગાર આપવામાં આવશે. તેની સાથે જ સ્પેશિયલ એજ્યુકેટર (એમડી) માટે ઉમેદવારને 15000 રૂપિયા પ્રતિ મહિના પગાર મળશે. તો સ્પેશિયલ એજ્યુકેટર (આઈડી/એમઆર) ને પણ આટલો જ પગાર જાહેર કરવામા આવ્યો છે. 

કેવી રીતે આવેદન કરવું
ઈચ્છુક ઉમેદવાર 26 મેથી 8 જૂન 2022 સુધી પોતાનુ ફોર્મ ઓનલાઈન જમા કરાવી શકે છે.