જૂનાગઢઃ માતા-પિતા માટે સાવચેતી રૂપ બનાવ, 3 કૂતરાઓએ 2 વર્ષના બાળકને ફાડી ખાધું, પરિવારમાં માતમ
ફાઇલ ફોટો

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો (Junagadh News) માણાવદર પંથકમાં સામે આવ્યો છે. જૂનાગઢના માણાવદર પંથકમાં બે વર્ષના બાળકને ત્રણ કૂતરાઓએ ફાડી ખાધી હતી. જેના કારણે આખા પંથકમાં અરેરાટી છવાઇ ગઇ હતી. આ બાળકીને સારવાર માટે જૂનાગઢની રેફરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન જ માસૂમ બાળકીનું મોત નીપજ્યુ હતુ.

  અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 
 

છોટાઉદેપુર જિલ્લાના નાના વાટા ગામનો ખેત મજૂર પરિવાર કામ માટે જૂનાગઢના માણાવદરમાં આવ્યા હતા. આ પરિવારમાં દૂર્ઘટના સર્જાતા શોક છવાયો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, જગદીશ રાઠવાના 2 વર્ષના રવિન્દ્ર નામનું બાળક પોતાના ઘર પાસે રમતો હતો. આ દરમિયાન 3 કુતરા તેની આસપાસ આવી ગયા હતા. જોતજોતામાં કૂતરાઓએ આ માસૂમ બાળકને ફાડી ખાધો હતો. બાદમાં જ્યારે કુતરાના અવાજના લીધે પરિવારના સભ્યો બહાર આવયા હતા. તાત્કાલિક પરિવારે બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત થયું હતું.

આ ઘટના બાદ ગામ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. કૂતરાઓએ બાળકને માથાના ભાગથી ઇજાગ્રસ્ત કરી દીધો હતો. આ દૂર્ઘટનામાં કૂતરાઓના અવાજને કારણે પરિવારને આ અંગેની જાણ થઇ હતી. જે બાદ આખા પંથકમાં ફફડાટ ફેલાયો હતો.