દુર્ઘટના: વિદેશ જવાની લ્હાયમાં કલોલના યુવકે ગુમાવ્યો જીવ, પત્ની અને 3 વર્ષના પુત્રની હાલત ગંભીર

 
Trup Wall

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકામાં લોકોને ઘૂસણખોરી કરાવવા એજન્ટો સક્રિય થયા છે. મેક્સિકોથી ગેરકાયદેસર અમેરિકા જતા બ્રિજકુમારનો પરિવાર અકસ્માતનો શિકાર બન્યો છે. ઘૂસણખોરી કરતા સમયે બ્રિજકુમારનું દિવાલ પરથી પટકાતા મોત નીપજ્યું છે. જ્યારે તેમની પત્ની અને ત્રણ વર્ષના પુત્રને ગંભીર ઈજા પહોંચી છે.

ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચવાની લ્હાયમાં અનેક વખત ઘણા પરિવારો મોતને ભેટ્યા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. મેક્સિકોથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતો યાદવ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. કલોલ GIDCમાં નોકરી કરતા બ્રિજકુમાર યાદવ પત્ની અને પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકા જવા નીકળ્યા હતા. 

કલોલનો યાદવ પરિવાર મેક્સિકોથી ગેરકાયદેસર રીતે અમેરિકા જટી વખતે અકસ્માતનો ભોગ બન્યો છે. આ દરમિયાન ઉત્સાહ સાથે બ્રિજકુમાર તેમની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે 30 ફૂટ ઊંચી દીવાલ ઉપર ચડ્યા હતા. દીવાલ ઉપરથી કોઈ કારણસર બ્રિજકુમાર, તેમની પત્ની અને માસૂમ પુત્ર નીચે પટકાયાં હતાં. 

  

આ મામલે ગાંધીનગર અધિક નિવાસી કલેક્ટર ભરત જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે આ લોકો મૂળ ગુજરાતના નથી. ત્રણ સભ્યો વિદેશ ગયા હતા. કલોલ જીઆઈડીસીમાં કામ કરતા હતા. કોઈ એજન્ટના માધ્યમથી વિદેશ ગયા હતા. આ મામલે વધુ વિગતો પ્રાપ્ત થઈ નથી.