ખંભાતઃ ભાજપના કાર્યકરે મિત્રની પત્નીને હવસનો શિકાર બનાવી, વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતો
bjp

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતમાં અનેક બનાવો સામે આવતા રહે છે. ખંભાત તાલુકા ભાજપનાં કાર્યકર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. ભાજપના કાર્યકર કેતન ઉર્ફે  પપ્પુ પટેલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. ભાજપના તાલુકા પંચાયતના સભ્યનાં પતિ છે કેતન પટેલ. ભાજપના કાર્યકરે મિત્રની પત્નીને જ હવસનો શિકાર બનાવી છે. ઉંદેલ ગામની પરિણીતાને હવસનો શિકાર બનાવી હતી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, આ ઇસમે ફોટો અને વિડિઓ વાયરલ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ ગુજારતો હતો. તારાપુર અને વલ્લભવિદ્યાનગરની હોટલોમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતો હતો. છેલ્લા એક વર્ષથી ગુજારતો હતો દુષ્કર્મ. પરિણીતાનો પતિ, જેઠ અને સસરા હત્યા કેસમાં જેલમાં હોઈ તકનો લાભ લઇ દુષ્કર્મ ગુજારતો હતો. પરિણીતાએ ખંભાત સીટી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.