હડકંપ@સુરત: કારીગરને નોકરીમાંથી કાઢી મુકતાં માલિક સહિત 3ની ક્રૂર હત્યા કરી, જાણો સમગ્ર ઘટના

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના અમરોલી વિસ્તારમાં નોકરી માટે ખૂની ખેલ ખેલાયો છે. વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના કારખાનના માલિક સહિત ત્રણની હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ ધારાસભ્ય વિનોદ મોરડિયા મૃતકના પરિવારજનોને મળવા હોસ્પિટલ પહોંચ્યા છે. ત્રિપલ મર્ડરની ઘટનાને પગલે અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

વિગતો મુજબ વેદાંત ટેક્સો નામના એમ્બ્રોઇડરીના કારખાનાના કારખાનાના માલિકે કારીગરને કામથી છૂટો કરતા કારીગરે મળતીયાઓને બોલાવીને હથિયારો સાથે હુમલો કર્યો હતો. મળતિયાઓએ હુમલો કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ 3 લોકોના મોત થયાં છે.આ બનાવને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો છે. 

કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છૂટા કરી દેતાં કારીગરે તેના મળતીયાઓને બોલાવી કારખાનાના માલિક પર હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારથી કારખાના માલિક અને તેમના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીમાં માલિકના મામા વચ્ચે પડતા તેઓ પણ ઈજાગ્રસ્ત થયા થયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ત્રણેયના મોત નિપજ્યાં છે.

ત્રિપલ મર્ડર કેસને DCP હર્ષદ મહેતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 2 આરોપી મજૂરી કામ કરતા હતા અને 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, ઇન્વેસ્ટીગેશન ટિમ બનવાવામાં આવી છે અને એફએસએલની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. DCPએ જણાવ્યું કે, 1 આઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે અને 5 અધિકારીઓની ટિમ બનાવી સીટની રચના કરાઈ છે. ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમણે કહ્યું કે, છરી ઓનલાઇન મંગાવામાં આવી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં SITની રચના કરવામાં આવી છે. જેમાં 5 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાંત ટેક્સોમાં આજે 9થી સવા નવ વાગ્યાની આસપાસની આ ઘટના બની છે. એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરતાં કારીગરો દસ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા. તેને નોકરીમાંથી કાઢી મૂકવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે નાઇટશિપમાં કામ કરતા કારીગરે યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જેની અદાવત રાખીને આજે વહેલી સવારે કારખાનામાં આવીને કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા કરી દેવામાં આવી છે.