સેવા@તહેવાર: ઉત્તરાયણ પર્વમાં બાળકોને પતંગ દોરી આપી, ઠાકોર યુવાને ખુશીઓ વહેંચી

 
Uttrayan

અટલ સમાચાર ડોટ કોમ, અમદાવાદ

નિકોલ વિસ્તારના યુવાને જાણે સેવા યજ્ઞ શરૂ કર્યો હોય તેમ મોસમની સિઝન કે તહેવાર‌ દરમ્યાન બાળકો વચ્ચે પહોંચી ખુશીઓ વહેંચે છે. અગાઉ બાળકોને ગરમ સ્વેટર વિતરણ કર્યા બાદ ઉત્તરાયણ પર્વમાં બાળકોને કલરફૂલ પતંગો આપી હતી. સેવા કાર્યમાં સતત અગ્રેસર રહેતાં ઠાકોર યુવાને આંગણવાડીના બાળકોને પતંગો આપી એવા તુરંત બાળકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. પતંગ દોરી જોઈ સમગ્ર પરિસર બાળકોનાં ખિલખિલાટથી ઉભરાયું હતું.

Gkts

અમદાવાદ જિલ્લા ઠાકોર સેના પ્રમુખ અનિલ ઠાકોરે ઉત્તરાયણ પર્વમાં બાળકોને પતંગ દોરીની વહેંચણી કરી તહેવાર ઉજવવાની શરૂઆત કરી છે. ઉત્તરાયણ સેવા માટે જાણીતો તહેવાર હોઇ અનિલ ઠાકોરે નિકોલ અને કઠવાડા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પતંગ દોરી આપી હતી. બાળકોએ કલરફૂલ પતંગો જોઈ ખુશી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અનિલ ઠાકોરની એક પછી એક સેવાકીય પ્રવૃતિઓથી વિસ્તારમાં અનેકને પ્રેરણા મળી રહી છે અને સમાજમાં સારો સંદેશો પણ પહોંચી રહ્યો છે.