રિપોર્ટ@ગુજરાત: હવેથી રાજ્યમાં કલમ 144નો ભંગ કર્યો તો ગયા સમજો, જાણો રાષ્ટ્રપતિએ કયા બિલને આપી મંજૂરી ?

 
Gujarat Vidhansbha

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. વાત જાણે એમ છે કે, ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રીમીનલ પ્રોસીજર બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ- 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ. જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી કરી શકશે. 

ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. વિગતો મુજબ રાજ્યમાં સીઆરપીસીની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ- 2021માં માર્ચ માસમાં વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યા બાદ હવે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસીજર બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. 

મહત્વનું છે કે, માર્ચ-2021માં ગુજરાત વિધાનસભામાં આ કોડ ઓફ ક્રીમીનલ પ્રોસીજર બિલ રજૂ થયું હતું. જે બાદમાં હવે રાષ્ટ્રપતિની મંજૂરી ગયા બાદ કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. બિલને મંજૂરી મળતા પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી કરી શકશે. જોકે અહી એ પણ નોંધનીય છે કે, બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકારી સામે પગલા લેવાય તો કોર્ટ અવમાનનાનો કેસ નહીં નોંધે. આ સાથે હવે સરકાર વિરોધી આંદોલનોમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.