કાર્યવાહી@દેશ: ગુજરાતમાં આપેલ આ નિવેદનને કારણે કોલકાતા પોલીસે પરેશ રાવલને પૂછપરછ માટે બોલાવ્યા

અટલ સમાચાર, ડેસ્કબોલિવૂડ એક્ટર અને બીજેપી નેતા પરેશ રાવલની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચારમાં અભિનેતાએ બંગાળીઓ પર ટિપ્પણી કરી હતી જેના કારણે તેની મુશ્કેલી વધી રહી છે. અહેવાલો અનુસાર લેફ્ટના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી. નેતાએ અભિનેતા પર ગુજરાતમાં ભાજપની ચૂંટણી રેલી દરમિયાન બંગાળીઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પરેશ રાવલ વિરુદ્ધ FI
અભિનેતા પરેશ રાવલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉપરાંત પોલીસે પરેશને પૂછપરછ માટે 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યા સુધીમાં કોલકાતાના તલતલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે. મળતી માહિતી મુજબ પોલીસે અભિનેતા પર CrPCની કલમ 41A હેઠળ નોટિસ મોકલી છે
જાણો શું છે સમગ્ર મામલો
પરેશ રાવલે ગુજરાતના વલસાડમાં રેલીને સંબોધિત કરી હતી. તે દરમિયાન તેમણે મોંઘા ગેસ સિલિન્ડર વિશે વાત કરી. આ સાથે મોંઘા સિલિન્ડરને લઈને સ્પષ્ટતા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, 'ગેસ સિલિન્ડર મોંઘો છે પરંતુ તે સસ્તો થશે. લોકોને રોજગાર પણ મળશે, પરંતુ શું થશે જ્યારે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ તમારી આસપાસ રહેવા લાગશે. જેમ દિલ્હીમાં થઈ રહ્યું છે. ત્યારે તમે ગેસ સિલિન્ડરનું શું કરશો ? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો ? આ ભાષણ બાદ પરેશ રાવલની ઘણી ટીકા થઈ રહી છે. આ પછી પરેશે માફી પણ માંગી છે. ? .R