કચ્છઃ એક જ દિવસમાં 11 ઇંચ વરસાદથી તાલુકાના બે ડેમ ઓવરફ્લો, 5 ગામ સંપર્ક વિહોણા બન્યા
kuch

અટલ સમાચાર, ડેસ્ક

કચ્છ જિલ્લાના છેવાડાના અને સરહદીય લખપત તાલુકામાં આ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ પધરામણી કરી હતી. ત્યારે શુક્રવારે વરસેલા અતિભારે વરસાદથી તાલુકામાં ક્યાંક મેઘરાજાની મહેર વર્તાઈ હતી તો ક્યાંક કહેર પણ જોવા મળી હતી. શુક્રવારે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદ બાદ બપોર વિરામ આપી મેઘરાજા સાંજે મન મૂકીને વરસ્યા હતા. બપોરે 2 થી 4 વાગ્યા દરમ્યાન 22 મી.મી., 4 થી 6 દરમ્યાન 39 મી.મી. તો સાંજે 6 થી 8 દરમ્યાન ધોધમાર 135 મી.મી. વરસાદ વરસ્યો હતો. તો ત્યારબાદ પણ રત સુધીમાં 72 મી.મી. વરસાદ નોંધાયો હતો. આ રીતે એક જ દિવસમાં 276 મી.મી. એટલે કે 11 ઇંચ વરસાદ સાથે તાલુકામાં આ સીઝન દરમ્યાન કુલ 438 મી.મી. વરસાદ નોંધાયો હતો.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
લખપતમાં એક દિવસમાં જ 11 ઇંચ વરસાદથી તાલુકાના બે ડેમ ઓવરફ્લો થયા હતા. તાલુકામાં આવેલા ગોધાતડ અને સાનંધ્રો ડેમ ઓવરફ્લો થતાં તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તાલુકાના માધ્યમ સિંચાઇના બન્ને ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર વર્ષમાં સિંચાઇ અને પીવા માટે પાણીની તંગી ઊભી નહીં થાય તેવું લોકો જણાવી રહ્યા છે. તો ડેમ ઓવરફ્લો થતાં ગોધાતડ ડેમ 0.05 મીટર સાથે ઓવરફ્લો ડેમની હાલની પરિસ્થિતિ 23 મિતિરની છે. સિંચાઇ ઇજનેરે આસપાસના કપુરાસી અને કોરિયાણી ગામ માટે ચેતવણી જાહેર કરી જિલ્લા વહીવટી તંત્રને સ્થાનિક લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપી હતી.બીજી તરફ, આ અતિભારે વરસાદના કારણે તાલુકાના બાલાપર ગામ પાસેનો પુલ તુટી પડતાં પુલિયા પરથી પસાર થઈ રહેલો ટ્રેલર પલટી મારી ગયો હતો. અતિભારે વરસાદના કારણે પુલ તૂટતાં આસપાસના પાંચ ગામોનો તાલુકાના મુખ્ય મથક વર્માનગર સાથે સંપર્ક તૂટ્યો હતો. તો પુલ તૂટતાં આસપાસના માલધારીઓએ પોતાનો દૂધ તાલુકા મથકે પહોંચાડવા એકબીજાની મદદ લઈ દૂધની ડિલિવરી પૂરી કરી રહ્યા છે.

બીજી તરફ, આ અતિભારે વરસાદના કારણે તાલુકાના બાલાપર ગામ પાસેનો પુલ તુટી પડતાં પુલિયા પરથી પસાર થઈ રહેલો ટ્રેલર પલટી મારી ગયો હતો. અતિભારે વરસાદના કારણે પુલ તૂટતાં આસપાસના પાંચ ગામોનો તાલુકાના મુખ્ય મથક વર્માનગર સાથે સંપર્ક તૂટ્યો હતો. તો પુલ તૂટતાં આસપાસના માલધારીઓએ પોતાનો દૂધ તાલુકા મથકે પહોંચાડવા એકબીજાની મદદ લઈ દૂધની ડિલિવરી પૂરી કરી રહ્યા છે. નદી પરના પુલની પાપડી તૂટતાં પાંચ ગામ તાલુકા મથકથી સંપર્ક વિહોણા થયા