બિગબ્રેકિંગ@ગુજરાત: વાવ, થરાદ, રાધનપુર, વડગામ અને મહેસાણા બેઠક પર કોંગ્રેસ કોને આપશે ટિકિટ ? જાણો એક જ ક્લિકે ?

અટલ સમાચાર, મહેસાણા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે દિલ્હી ખાતે મંથનમાં કોંગ્રેસની બીજા તબક્કાની યાદી તૈયાર કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતની 32 બેઠકોના સંભવિત ઉમેદવારની યાદી તૈયાર થઈ છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના દાવેદારોની લીસ્ટ તૈયાર થઈ ગયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉત્તર ગુજરાતના સંભવિત ઉમેદવારોની એક્સક્લુઝીવ યાદી એક ખાનગી ચેનલ દ્વારા સામે આવી છે. જેમાં સંભવિત વાવથી ગેનીબેન ઠાકોર, થરાદથી ગુલાબસિંહ રાજપૂત અને મહેસાણાથી ભાવેશ પટેલ, ડૉ રાજુભાઇ પટેલ અને કનકસિંહ ઝાલા સહિતના નામો સામે આવી રહ્યા છે.
નોંધનીય છે કે, 2017માં ઉત્તર ગુજરાતની 32 બેઠકો પૈકી 17 બેઠકો કોંગ્રેસે જીતી હતી, જ્યારે 14 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હતો. એક બેઠક વડગામથી અપક્ષ જીગ્નેશ મેવાણી જીત્યા હતા. મહત્વનું છે કે છેલ્લા 5 વર્ષમાં 4 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કર્યો હતો. બાય ઈલેક્શનમાં પણ કોંગ્રેસે દબદબો જાળવી રાખતા 3 બેઠકો જીતી હતી
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જે માટે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના આંટા ફેરા શરૂ થઈ જશે. અશોક ગહેલોત, રઘુ શર્મા ગુજરાતમાં પ્રચાર માટે આવશે તેવું જાણવા મળી રહ્યું છે. હવેથી રાજ્યમાં વિવિધ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. આથી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે છે. કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવા માટે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતમાં ચારથી છ જનસભા કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે
કોંગ્રેસના ઉત્તર ગુજરાતના સંભવિત ઉમેદવાર
મહેસાણા- ડૉ રાજુભાઇ પટેલ, ભાવેશ પટેલ, કનકસિંહ ઝાલા
ઊંઝા- અરવિદ પટેલ, પીન્કીબેન પટેલ
વિસનગર- કિરીટ પટેલ, જીતુ ચૌધરી, રામાજી ઠાકોર
બહુચરાજી- ભરતજી ઠાકોર, જીએમ પટેલ, ભોપાજી ઠાકોર
વિજાપુર- સીજે ચાવડા
વાવ- ગેનીબેન ઠાકોર
થરાદ- ગુલાબસિંહ રાજપૂત
ધાનેરા- નાથાભાઇ ચૌધરી પટેલ, જોઇતાભાઈ પટેલ
દાંતા- કાંતિભાઈ ખરાડી, વાલકીબેન પારઘી
વડગામ- જીગ્નેશ મેવાણી
પાલનપુર- મહેશ પટેલ, રવીરાજ ગઢવી, રાજુભાઇ જોશી
દિયોદર- શિવાભાઈ ભુરિયા, ભરત વાઘેલા, અનિલ માળી
કાંકરેજ- અમરતજી ઠાકોર, ભૂપતજી ઠાકોર, સી વી ઠાકોર
રાધનપુર- રઘુભાઈ દેસાઈ
ચાણસ્મા- ચેહુજી ઠાકોર, દિનેશ ઠાકોર, રમેશ ઠાકોર
પાટણ- કિરીટ પટેલ
સિધ્ધપુર- ચંદનજી ઠાકોર
ઇડર- રામભાઈ સોલંકી, નિરુબેન પંડ્યા
ખેડબ્રહ્મા- તુષાર ચૌધરી, રાજુભાઈ દ્રોણ
ભિલોડા- રાજન ભાગોર, રાજેન્દ્ર પારઘી
મોડાસા- રાજેન્દ્રસિંહ ઠાકોર
બાયડ- જશુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા
પ્રાંતિજ- બેચરસિંહ, ભગવતસિંહ ઝાલા
દહેગામ- કામિનિબા રાઠોડ, વખતસિંહ ચૌહાણ, કાળુસિંહ વિહોલા, મહેન્દ્રસિંહ વાઘેલા
ગાંધીનગર ઉત્તર- નિશિત વ્યાસ, વિરેન્દ્રસિંહ વાઘેલા
માણસા- સુરેશ પટેલ, બાબુજી ઠાકોર
કલોલ- બળદેવજી ઠાકોર