રિપોર્ટ@વિસનગર: MLA ઋષિકેશ પટેલને ફરીથી મળ્યું ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ની કેબિનેટમાં સ્થાન

 
Rishikesh Patel

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ આજે મુખ્યંત્રી મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલનો ફરીથી કેબિનેટ કક્ષામાં સમાવેશ થયો છે. ઋષિકેશભાઈ પટેલે 34 હજાર 405 મતની લીડથી કોંગ્રેસ કિરીટ પટેલને હરાવ્યા હતા. વિસનગર બેઠક પર ઋષિકેશ પટેલ 2012થી સતત જીતતા આવતા આવે છે, જેમને ભાજપે ચોથી વખત રિપિટ કર્યા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી હતી, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ વખતે મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પર ભાજપે ઋષિકેશ પટેલને ફરીવાર ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કિરીટ પટેલ જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતી પટેલ હતાં. આ બેઠક પર ભાજપના દબદબો રહ્યો છે. ઋષિકેશ પટેલ 2007 અને 2017 સુધી લગાતાર જીતતા આવ્યાં છે. તમને જણાવી દઈએ કે, 1995થી વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપનો કબજો છે.  

  

વિસનગર બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સતત જીતતા આવ્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ અને કોંગેસના ઉમેદવાર ભોળાભાઈ પટેલને 20.81 ટકા મતની સરસાઈથી હરાવીને બેઠક જીતી હતી. 2017માં ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર બબલદાસ પટેલને 29000 જેટલા મતથી હરાવીને સીટ કબજે કરી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં 1,58,346 કુલ મતદારમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 77,496 અને કોંગ્રેસના મહેન્દ્ર પટેલને 74,644 મત મળ્યા હતા. ગત ચૂંટણીમાં ઋષિકેશ પટેલની નાની માર્જિનથી થઈ હતી. આ બેઠક પર 2,11,833 જેટલા મતદારો છે. જેમાં 1,01,471 મહિલા અને 1,10,362 ટકા પુરુષ મતદારો છે.

ઋષિકેશ પટેલ કોણ છે?

ઋષિકેશ પટેલનો જન્મ સુંઢીયા ગામે થયો છે તેઓ બિલ્ડર અને સિવિલ એન્જીનયર છે તેમના કન્સટેશનમાં મોટું નામ છે. ઋષિકેશ પટેલે બિલ્ડીંગો, શોપિંગ સેન્ટરો અને દુકાનો જેવા બાંધકામો કરી પોતાના વ્યવસાયમાં ચલાવે છે. તેઓ પોલિટીક્સમાં ભાજપ સાથે પેહલાથી જ જોડાયેલા છે.