ખળભળાટ@ગુજરાત: ખૂબ વિલંબને અંતે સવા ત્રણ કરોડથી વધુનું મનરેગા કૌભાંડ પોલીસ ચોપડે ચડ્યું, 4 કર્મચારી વિરુદ્ધ FIR

 
He

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મનરેગા યોજના ગ્રામિણ વિસ્તારોમાં ખૂબ મહત્વની છે પરંતુ યોજનાના અમલદારો ગરીબ લાભાર્થીઓના રૂપિયા કૌભાંડ આચરી ગજવે કરી રહ્યાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લામાં ખુદ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી કે, પોતાની જ તાલુકા પંચાયતના એક નહિ 4 કર્મચારીઓએ એકબીજાની સાંઠગાંઠ રચી અધધધધ..... સવા ત્રણ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હતું. વર્ષ 2015થી 2019 દરમ્યાન બોગસ કાગળો ઉભા કરી સરકારના રૂપિયા પોતાના માટે ઉઠાવી લેવાનું કૌભાંડ કર્યું હતું. આ કૌભાંડની જાણ થતાં જિલ્લા પંચાયતે કેટલાક કર્મચારીઓને બરતરફ કર્યા પરંતુ કરોડોની રિકવરી ના થઈ કે મનરેગાની જોગવાઈ મુજબ ફરિયાદ પણ નહોતી થઈ. આથી ખૂબ લાંબી લડત બાદ હુકમ આધારે જાફરાબાદ ટીડીઓએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

News

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં મનરેગાનું બહુ ગાજેલું મહા કૌભાંડ આખરે પોલીસ ચોપડે ચડ્યું છે. 3,30,548ની ઉચાપત થયાનું અગાઉ સામે આવ્યા બાદ સરકારી કચેરીઓ વચ્ચે જબરજસ્ત પત્ર વ્યવહાર થયો હતો. આખરે તત્કાલીન 4 કર્મચારીઓ વિરુદ્ધ આઇપીસી ‌હેઠળ ગુનો દાખલ થયો છે. મનરેગા યોજના અંતર્ગત વર્ષ 2015થી 2019 દરમ્યાન જાફરાબાદ તાલુકાના 36 ગામોમાં લાભાર્થીઓના નામે બનાવટી જોબકાર્ડ બનાવી સાચા જોબકાર્ડ ધારકોને બદલે બીજા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા.

Newshh

આ બોગસ લાભાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી પરસ્પર એક બીજાનો સમાન ઈરાદો પાર પાડવા પૂર્વ આયોજિત કાવતરું રચી સરકારી સત્તાનો દૂરૂપયોગ કર્યો હતો. આટલું જ નહિ અમરેલી જિલ્લા વિકાસ એજન્સીના આઈ.ડી.પાસવોર્ડનો ઉપયોગ કરી મનરેગા યોજનાના રૂ.3 કરોડ 30 લાખ 26 હજાર 548 પોતાના માટે અને મળતિયાઓ માટે ઉઠાવી ઉચાપત કરી સરકાર સામે વિશ્વાસઘાત કર્યો હતો. 

News p

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર કરાર આધારિત કર્મચારીઓએ એકબીજાની સાથે મેળાપીપણામાં સમગ્ર કૌભાંડ ચોક્કસ મોડસ ઓપરેન્ડી હેઠળ કર્યું હતું. જાફરાબાદ તાલુકાના વિવિધ ગામડામાં બનાવટી લાભાર્થીઓ ઉભા કરી તેમના ખોટા જોબનકાર્ડ બનાવી ખોટું ચુકવણું કરી સરકારને નુકસાન પહોંચાડ્યું હતું. આ ફરિયાદ પહેલાં તપાસ ટીમની રચના કરી રિપોર્ટ કર્યો હતો. જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારી કચેરીઓ વચ્ચે પત્રવ્યવહાર થતો અને ફરિયાદનો હુકમ પણ થઈ ગયો હતો. જોકે આમ છતાં પોલીસ ફરિયાદ ખૂબ વિલંબમાં જતાં કોર્ટ સુધી મામલો લઈ જવા સુધીની લડત લડાઇ હતી. આખરે લાંબી લડતને અંતે 9 પેઈજની જાફરાબાદ પોલીસે એફ.આઈ.આર નોંધી છે.

News h

હવે ફરિયાદને પગલે 36 ગામડાના સરપંચોથી લઈ તલાટી મંત્રી તાલુકા વિકાસ અધિકારી સુધી આ પોલીસ તપાસ જાય તેવી શક્યતા છેNews image widget