ગુજરાતઃ 1389 પોસ્ટ માટે PSIની મેઈન પરીક્ષા આ તારીખે લેવાશે-હાઈકોર્ટનો ચૂકાદો
exam

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા અંગે ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપ્યો હતો. જેના પગલે હવે પીએસઆઈની પરીક્ષાના આડે વિઘ્નો દૂર થયા છે. આગામી તા.12 અને 19 જૂનના રોજ PSIની મેઈન પરીક્ષા લેવાશે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં ત્રણ સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવશે. 1389 પોસ્ટ માટે પીએસઆઈની પરીક્ષા લેવામાં આવશે. જેમાં 4200 ઉમેદવારો પરીક્ષા આપશે. આગામી ઓગસ્ટ મહિનામાં ફાઈનલ પરિણામ જાહેર થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે PSI ભરતી રિઝલ્ટ જાહેર થયા બાદ PSI ની ભરતીમાં GPSC પેટર્ન પ્રમાણે ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે આ મામલે PSIની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મામલે હાઇકોર્ટે અરજદારોને આશ્વાસન આપ્યું હતું.

જેતે સમયે હાઇકોર્ટે અરજદારોને સૂચન કરતા જણાવ્યું હતું કે, 'પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. કોર્ટ સમક્ષ તમારી ફરિયાદ સાથે આવ્યા છો તો ન્યાય થશે. 1 જૂન સુધીમાં ફરિયાદ મુદ્દે સરકાર વલણ સ્પષ્ટ કરે. એડવોકેટ જનરલ હાજર ન હોય તો કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરે.'